Gujarat

યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત

આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર, પૂર્વા મંત્રી આ વર્ષે નવરાત્રિમાં ગુજરાત ખાતે અંકલેશ્વરમાં યોજાઇ રહેલા ભારતના મોટા નવરાત્રિ ઉત્સવોમાંના એકમાં એવા ગરબા મહોત્સવમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. હાલ જ યુ.એસ.માં “પૂર્વાસ્ટિક ટૂર 2024” પૂર્ણ કરીને પરત ફર્યા બાદ પૂર્વા તેમના ગુજરાતી લોક સંગીત અને બોલિવૂડના હિટ ગીતોના ‘ગુજરાતી ફોક ફ્યુઝન’થી ખૈલેયાઓને ઝૂમાવશે.

પૂર્વા મંત્રીએ ભારતીય સંગીત અને સંસ્કૃતિની કીર્તિને 30 થી વધુ દેશોમાં સ્ટેજ શો કરીને સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. ડિજિટલ સ્પેસમાં એટલે કે સોશિયલ મીડિયામાં તેમનું સ્ટારડમ વધતું જાય છે. YouTube, Spotify અને Instagram પર 10 લાખથી વધુ ફોલોઅર્સ સાથે — પૂર્વા પોતાના ફેન્સને સતત એન્ટરટેઇન કરે છે. ભારતીય સંગીતના વૈશ્વિક એમ્બેસેડર તરીકે તેમની ખ્યાતિ વધુ મજબૂત બની છે અને ચારકોર પ્રશંસા મેળવી છે. તેમના પૉપ હિટ ગીતોમાં ‘કાલા શા કાલા’, ‘રાંઝાં વે’, ‘ધ પાપા સોંગ’ અને ‘ઉલ્ઝી’ જેવા ચાર્ટ-ટોપર્સનો સમાવેશ થાય છે. આ ગીતોમાં તેમના વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે તેમને ચાહકો તરફથી એક અનન્ય હેશટેગ #Purvastic અપાવ્યો છે. સોનુ નિગમ, રાહત ફતેહ અલી ખાન અને બપ્પી લાહિરી જેવા પ્રતિષ્ઠિત કલાકારો સાથેના તેમના જોડાણે પૂર્વાને એક બહુમુખી કલાકાર તરીકે પ્રતિષ્ઠા અપાવી છે. પૂર્વાએ મુંબઈ, ન્યુ યોર્ક અને બીજા ઘણા મોટા શહેરોમાં પરફોર્મ કર્યું છે અને હવે તે ગુજરાતના અંકલેશ્વરમાં તેમની અનોખી એનર્જી લાવી રહ્યા છે, જ્યાં તે જાણીતા નવરાત્રિ ઉત્સવમાં ખૈલેયાઓને ઝૂમાવશે કરશે.

અંકલેશ્વર નવરાત્રિ વિશે બોલતા, પૂર્વાએ કહ્યું કે, ‘યુએસએમાં અત્યંત સફળ પૂર્વાસ્ટિક ટૂર પછી હું ક્લાઉડ 9 પર છું. ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે ગરબા ગાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ આયોજન ગુજરાતમાંનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ છે. હું અહીં પરફોર્મ કરવા આતુર છું. આ વર્ષે પરંપરાગત લોક ગરબાને અહીં રજૂ કરવાનો આનંદ છે. કારણ કે ગુજરાતમાં કલાકારોની કળાને જે પ્રતિસાદ મળે છે તે બીજે ક્યાંય મળતો નથી.’ આ વર્ષે દેશના સૌથી મોટા નવરાત્રિ કાર્યક્રમમાં દેશમાં સૌથી એનર્જેટિક ગરબા ગાઇને ખૈલેયાઓને ઘેલું લગાડનાર પૂર્વા સાથે ક્યારેય ન અનુભવી હોય તેવી અપૂર્વા નવરાત્રિ ઉજવવા તૈયાર થઇ જાઓ!

Most Popular

To Top