આખા દેશની નજર મહારાષ્ટ્રની ચૂંટણી પર હોય એ સ્વાભાવિક છે અને કદાચ મહારાષ્ટ્રના ઇતિહાસમાં આટલી ગૂંચવાડાભરી ચૂંટણી થઇ રહી છે. સામાન્ય રીતે ભાજપ,કોંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે લડાઈ રહેતી હોય છે પણ શિવસેના અને એનસીપીનાં બે ફાડિયાં થયાં એટલે છ પક્ષો વચ્ચે મુખ્ય લડાઈ છે અને બીજા નાના પક્ષો તો છે જ. એટલે આ ચૂંટણીમાં કોણ ક્યાં હશે એ કહેવું મુશ્કેલ બની ગયું છે.
સી વોટર દ્વારા એક સર્વે થયો છે. એમાં સેમ્પલમાં કેટલાં લોકોને પુછાયું છે એ વાત બાજુએ મૂકીએ તો એનાં તારણો રસપ્રદ છે. મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદગી આ સર્વેમાં એકનાથ શિંદેની આવી છે. આ આશ્ચર્યજનક છે. કારણ કે, શિંદે જે સ્થિતિમાં મુખ્યમંત્રી બન્યા અને અત્યાર સુધીની એમની કામગીરી કોઈ નોંધપાત્ર રહી નથી. ૨૭.૫ ટકા એમને મળ્યા છે અને મહત્ત્વનું એ છે કે, મુંબઈ શહેર એમને પસંદ કરે છે. ત્યાં એમને ૨૫.૩ ટકા લોકો ઈચ્છે છે. બીજા નંબરે ઉદ્ધવ ઠાકરે છે. એમને ૨૨.૪ ટકા મળ્યા છે અને ત્રીજા ક્રમે દેવેન્દ્ર ફડણવીસ છે. ચોથા નંબરે શરદ પવાર અને છેક ચોથા ક્રમે અજીત પવાર છે. એમને માત્ર ૩.૧ ટકા લોકો જ ચાહે છે.
આ સર્વે થોડો ઘણો સાચો માનીએ તો એમ તો કહી શકાય કે, આ ચૂંટણીમાં સૌથી વધુ નુકસાન અજીત પવારની શિવસેનાને થઇ શકે છે. અજીત પવાર ભાજપ સાથે ગયા અને એ પછી એમને ઉપમુખ્યમંત્રી બનાવવા પડ્યા છે. એમને અને એમના સાથીઓને કેટલાંક મહત્ત્વનાં ખાતાં આપવાં પડ્યાં છે પણ આજની સ્થિતિએ અજીત પવાર મહારાષ્ટ્રની યુતિ સરકારમાં અણગમતા નેતા બન્યા છે અને ભાજપ માટે એ હવે ભાર બની ગયા છે. એમાં ય નાવાબા માલિક અને એની પુત્રી બન્નેને ટિકિટ અજીત પવારે આપતાં ભાજપ ગિન્નાયું છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ તો સ્પષ્ટ કહ્યું છે કે, માલિક આતંકવાદી છે, દાઉદ ઈબ્રાહીમ સાથે એનું કનેક્શન છે. આવા આક્ષેપો કર્યા છે પણ અજીત પવારને ભાજપે સાથે લીધા ત્યારે શું આ ખબર નહોતી? બીજી બાજુ, માલિક કહે છે કે, ભાજપનો વિરોધ મારે માટે મોટી વાત નથી. મને જનસમર્થન છે અને એ મહત્ત્વનું છે. અજીત પવાર પર કાકા શરદ પવારે પણ પ્રહાર કર્યા છે.
એમણે તો ત્યાં સુધી કહ્યું કે, અજીતને અમે કેટલું આપ્યું. ચાર વાર ઉપમુખ્યમંત્રી થયા અને એ ટકાવી રાખવા એમણે પક્ષ સાથે દગો કર્યો. પાર્ટીમાં કેટલાયને મંત્રી બનાવ્યા પણ પોતાની પુત્રી સુપ્રિયાને કોઈ ઓફર ના કરી. અજીતે અમારો પરિવાર તોડ્યો છે. શરદ પવારે લાગ જોઈ ઘા કર્યો છે. સવાલ એ છે કે, અજીત પવાર ભાજપની બાજી બગાડે છે કે, પછી એનો ખુદનો ઘડોલાડવો થઈ જશે. મહારાષ્ટ્રમાં એમવીએને પણ બળવાખોરો નડે છે. બંને ગઠબંધનમાં ૧૫૦ જેટલા બળવાખોરોએ ફોર્મ ભર્યાં છે. મહાયુતિમાં એવાં ૮૦ બળવાખોરોએ ફોર્મ ભર્યાં છે. તા.૪ નવેમ્બર ફોર્મ પાછાં ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં કેટલા બળવાખોરોને બંને બાજુએ સમજાવી શકાય છે એ મહત્ત્વનું છે નહિ તો આ બળવાખોરો ઘણાની બાજી બગાડી શકે છે.
પીકેની પાર્ટી કોને નડશે?
બિહારમાં ચાર વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે અને એમાં ભાજપ – સપા સામસામે છે. કોંગ્રેસે સાથી પક્ષ સપા માટે ચારેય સીટ પર દાવેદારી કરી નથી. બસપા પણ જંગમાં છે. પણ હવે એક નવી પાર્ટી આવી છે જન સુરાજ પાર્ટી. હજુ હમણાં સુધી રાજકીય પક્ષો માટે વ્યૂહકાર તરીકે કામ કરતાં પ્રશાંત કિશોર એટલે કે પીકેએ પોતાની પાર્ટી બનાવી છે અને ચારેય બેઠકની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ પીકેની પાર્ટીનો પહેલો ટેસ્ટ છે. એ કોઈ બેઠક જીતે એ તો લગભગ અશક્ય છે પણ એ કઈ પાર્ટીને નુકસાન કરી શકે છે એ ચર્ચાનો વિષય છે. હું આ પાર્ટી પાસે નેટવર્કિંગ નથી એટલે વોટ-તોડ પાર્ટી બનીને રહી જવાની છે. ચૂંટણી પંચે આ પક્ષને દફતરનું ચિહ્ન આપ્યું છે.
ગુજરાતમાં નકલી કોર્ટ!
ગુજરાતમાં નકલીનું બજાર ગરમ છે. નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરી, નકલી સરકારી અધિકારીથી માંડી નકલી શાળા સુધીના કિસ્સા પકડાયા પણ હવે તો હદ થઇ છે. નકલી કોર્ટ પકડાઈ છે અને એ ય પાટનગર ગાંધીનગરમાં. મોરીસ ક્રિશ્ચિયન નામના માણસ દ્વારા નકલી કોર્ટ ચાલતી હતી. લવાદ બનીને એણે ૫૦૦ જેટલા ચુકાદા આપ્યા છે. સરકારે એક લવાદની સ્કીમ કરી હતી એનો ગેરલાભ લઇ એણે કોર્ટ શરૂ કરી. એક વાર કોઈએ ફરિયાદ કરી તો એક સેક્ટરમાં બંધ કરી બીજા સેક્ટરમાં શરૂ કરી.
આ રીતે કોર્ટ ચાલે અને આટલા ચુકાદા અપાય છતાં સરકારી તંત્રને એની ગંધ ના આવે એ માનવાને કોઈ કારણ નથી અને મોરીસ પાસે નકલી ડીગ્રી હતી. એની પાસે અગાઉ પણ અમદાવાદમાં ફરિયાદ થઇ છે છતાં એણે પોતાનું કામ ચલાવ્યે રાખ્યું. કોઈના બેકિંગ વિના આવું થઇ ના શકે. મોરીસ તો પકડાયો છે પણ એની પાછળ કોણ હતું એ વિગતો બહાર આવવી જરૂરી છે. ગુજરાત સરકાર માટે આ શરમજનક ઘટના છે. આવી ઘટના સતત બનતી રહે એ ગુજરાત સરકારની અને તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
-કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.