National

ઐશ્વર્યા રાય બચ્ચન મુશ્કેલીમાં મુકાઈ, ઈડીએ આ કેસમાં પૂછપરછ માટે સમન્સ ફટકાર્યું, આજે હાજર થશે

નવી દિલ્હી: (New Delhi) પનામા પેપર્સ લીક કૌભાંડમાં (Panama papers leak scam) ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની (Aishwarya Rai Bachchan) મુશ્કેલી વધી છે. એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા ઐશ્વર્યાને સમન્સ (Summons) મારફતે પૂછપરછ (Inquiry) માટે તેડું મોકલવામાં આવ્યું છે. આ કેસમાં અગાઉ બે વાર ઐશ્વર્યાને ઈડી (ED) દ્વારા ફોન કરી બોલાવવામાં આવી હતી પરંતુ બંને વખત ઐશ્વર્યાએ નોટીસ (Notice) મૌકૂફ રાખવા વિનંતી કરી હતી. પનામા પેપર્સ લીક કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યિલ ટીમ સમક્ષ આ વિનંતી કરવામાં આવી હતી. જોકે, હવે ઈડીએ સમન્સ મોકલ્યું હોય ઐશ્વર્યાએ હાજર થવું પડશે. આજે ઐશ્વર્યા રાય બચ્ચન દિલ્હીના લોકનાયક ભવનમાં ઈડી સમક્ષ હાજર થશે. ઈડીના અધિકારીઓ દ્વારા અગાઉથી જ એક પ્રશ્નાવલિ તૈયાર કરવામાં આવી છે, જે મુજબ ઐશ્વર્યાને સવાલો પૂછવામાં આવશે.

વિશ્વભરમાં હલચલ મચાવનારા પનામા પેપર્સ કેસમાં ભારતના લગભગ 500 મોટા માથાઓના નામ બહાર આવ્યા હતા, જેમાં નેતા-અભિનેતા, ખેલાડી, ઉદ્યોગપતિઓ સામેલ છે. ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત તેમના સસરા અભિનેતા અમિતાભ બચ્ચનું નામ પણ આ કૌભાંડમાં ખૂલ્યું છે. આ તમામ લોકો પર કરોડોની ટેક્સ ચોરીનો આરોપ છે. ટેક્સ અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યાં છે. હાલ ઐશ્વર્યા રાયને સમન્સ ફટકારાયું છે, ટૂંક સમયમાં અમિતાભ સહિત અન્ય મોટા માથાઓએ પણ ઈડીમાં હાજર થવું પડે તેી શક્યતા છે.
એક મહિના પહેલાં અભિષેક બચ્ચની પૂછપરછ કરાઈ હતી
પનામા પેપર્સ લીક કેસમાં ઐશ્વર્યા ઉપરાંત અભિષેકનુ નામ પણ ખૂલ્યું હતું. એક મહિના પહેલાં ઈડીના અધિકારીઓએ અભિષેક બચ્ચનની પૂછપરછ કરી હતી. અભિષેકે અધિકારીઓને કેટલાંક કાગળિયાં આપ્યા હતા. ઈડીના સૂત્રો અનુસાર ટૂંક સમયમાં જ અભિષેકના પિતા અને ઐશ્વર્યાના સસરા અમિતાભને પણ સમન્સ ફટકારવામાં આવશે.

Most Popular

To Top