નવી દિલ્હી: છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ એરલાઈન્સ કંપનીઓની અલગ અલગ ખામીઓ સામે આવી રહી છે. જેના કારણે યાત્રિઓ પણ ત્રસત થઈ ગયા છે. DGCA ધણી એરલાઈન્સ કંપનીઓની કાર્યવાહી કરી રહ્યું છે. તેમજ છતાં એરલાઈન્સમાં આવતી ખામીઓના કિસ્સા ધટવાનું નામ નથી લેતો. આવો જ એરલાઈન્સની ખામીનો એક તાજો મામલો હવે અમૃતસરમાં નોંધાયો છે. મળતી માહિતી મુજબ આ ફલાઈટે પોતાના યાત્રિઓને લીધા વગર જ ઉડાન ભરી હતી.
જાણકારી મુજબ આવો જ એક મામલો અમૃતસરના એરપોર્ટ પરથી સામે આવ્યો છે. અહીં ફલાઈટ પોતાના 35 મુસાફરોને લીધા વગર ઉડાન ભરી લીધી હતી.જેના કારણે મુસાફરોએ એરપોર્ટ ઉપર હંગામો કર્યો હતો. આ હંગામા અંગે એરલાઈન્સનું નિવેદન પણ સામે આવ્યું છે. એરલાઈન્સ કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે અમે તમામ યાત્રિઓને ઈમેઈલ દ્વારા ફલાઈટના સમય બદલાવા અંગેની જાણકારી આપી હતી.
જાણકારી મુજબ સ્કૂટ એરલાઈન્સની કંપનીની ફલાઈટ સાંજના 7.55 વાગ્યાના સમયે અમૃતસરથી સિંગાપોર રવાના થઈ રહી હતી પરંતુ ફલાઈટ પાંચ કલાક પહેલા એટલે કે બપોરના 3 વાગ્યે જ ટેકઓફ થઈ હતી. સમય અંગેની સૂચના ન જાણવાના કારણે 35 મુસાફરો એરપોર્ટ પર જ રહી ગયા ગતા જેના કારણે તેઓએ એરપોર્ટ ઉપર હંગામો કર્યો હતો. એરલાઈન્સ કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ પોતાના તમામ પેસેન્જરને આ અંગેની જાણ ઈમેઈલ દ્વારા આપી હતી. આ ઉપરાંત ધણાં મુસાફરો જે તે સમયે આવી પણ ગયા હતાં.
જણાવી દઈએ કે આ અગાઉ 10 જાન્યુઆરીના રોજ ગો-ફર્સ્ટની ફલાઈટ 50 કરતા પણ વધું મુસાફરોને મૂકીને ઉડાન ભરી હતી. આ ફલાઈટ બેંગ્લોરથી દિલ્હી જઈ રહી હતી. આ અંગે DGCAએ ગો ફર્સ્ટ એરલાઈન્સ પાસે સ્પષ્ટીકરણ પણ માંગ્યું હતું. જાણકારી મુજબ આ અંગેનો જવાબ આપવામાં એરલાઈન્સ કંપનીએ બે અઠવાડિયાનો સમય લગાવ્યો હતો.