સુરત: શહેરમાં સુરત અરપોર્ટ એ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) બનતા અન્ય શહેરો, રાજ્યો અને દેશો સાથેની કનેક્ટિવિટી પણ વધી છે. એરઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) સુરત – દુબઇ – સુરત અને બંગલોર – સુરત – બંગલોર પછી હવે હૈદ્રાબાદ-સુરત – હૈદ્રાબાદની હવાઈ સેવા શરુ કરવા જઈ રહ્ચું છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીની નિરંતર માંગણીને ધ્યાને લઈને એરઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરત અને હૈદ્રાબાદને જોડતી કનેક્ટિવિટી 15 જાન્યુઆરી 2024થી શરુ કરવા માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે.
ફક્ત ઈન્ટરનેશનલ ડેસ્ટીનેશનો પર ફોકસ કરનાર એરઇન્ડિયા એક્સપ્રેસ હવે ડોમેસ્ટિક સેવાઓ પણ ફૂલ ફ્લેગમાં શરુ કરી દીધી છે. સુરત – દુબઈ હવાઈ સેવાનું ઉદ્ઘાટન સમારોહમાં આવેલ એરઇન્ડિયા એક્સપ્રેસના ઉચ્ચ અધિકારી સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ મુલાકાત દરમિયાન થયેલ ચર્ચામાં અધિકારીએ વ્યક્ત કરવામાં આવેલ હતું કે “ભૂતકાળમાં 2 વર્ષે એક નવી એરક્રાફ્ટ એરઇન્ડિયા એક્સપ્રેસ સાથે જોડાવવામાં આવતા હતી, હવે દર 6 દિવસે એક નવી એરક્રાફ્ટ જોડાઈ રહી છે અને એરઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ભારતના ઘણા બધા શહેરો સાથે ડોમેસ્ટિક સેવા શરુ કરવા જઈ રહ્યા છે.” આ મુલાકાતમાં ઘણી વાતો પર સ્પષ્ટતા મળી છે.
હાલ દુબઈ સ્લોટના અભાવે અલગ-અલગ સમય પર ઉડાન ભરવા મજબૂર છે, દુબઈ પર સ્લોટ મળવું મુશ્કિલ છે, વડાપ્રધાનની માંગણીને ધ્યાને લઈને દુબઈની એક દિવસના સ્લોટ 17 તારીખે મળેલ હતી. ત્યાર પછી અમુક દિવસના સ્લોટ મળેલ છે, જેનું બુકિંગ શરુ કરવામાં આવેલ છે. અને 15 મી જાન્યુઆરીથી અઠવાડિયાના 4 દિવસ માટે સ્લોટ મંજૂરી મળવાની સંભાવના છે. ત્યાર પછી સુરત-દુબઈ-સુરત ફલાઈટ રેગુલર બુકિંગ સાથે સેવા શરુ કરશે. આ ઉપરાંત હાલમાં શારજાહ-સુરત-શારજાહ ની સેવા શરુ છે.
બેંગલોર થી સુરત આવનાર ફ્લાઈટ પછી સુરત થી દુબઈ માટે ઉપયોગ કરી રહ્યા છે, અને દુબઈ થી સુરત આવનાર ફલાઈટ બેંગલોર પણ રીટન જાય છે. એવિએશન મીનીસ્ટ્રીના પ્રોટોકોલ મુજબ આ ફ્લાઈટ એક PNR થી ચલાવી શકતું નથી.
હૈદ્રાબાદ – સુરત – હૈદ્રાબાદ વિમાની સેવા જાન્યુઆરી ૧૫ તારીખથી શરુ કરવા માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે. અઠવાડિયામાં ચાર દિવસ આ વિમાની સેવા સુરતને મળવાની સંભાવના છે.
સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા રજુ કરવામાં આવેલ ડેટા જોઈને એરઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ આશ્વાસન આપવામાં આવેલ હતું કે ટુક સમયમાં કોચી-સુરત-કોચીના પણ વિમાની સેવા શરુ કરવા માટેની કોશિશ કરીશું.
બેંગકોક-સુરત-બેંગકોક ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહ્યા છે, ત્યાર પછી મલેશિયા અને સિંગાપોર સાથેની પણ હવાઈ સેવા મળવાની છે.