નવી દિલ્હી: ન્યૂયોર્કથી દિલ્હી (Delhi) આવનારી એર ઈન્ડિયાની (Air India) ફલાઈટમાં 26 નવેમ્બરના રોજ થયેલા હંગામાના કારણે નશામાં ધૂત વ્યકિત ઉપર કડક પગલા લેવાયાના સમાચાર મળ્યા છે. આ વ્યકિત પર હાલ 30 દિવસ સુધીની હવાઈયાત્રા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે આ વ્યકિત ઉપર બીજા કેવા પગલા લઈ શકાય લેના ઉપર મંથન કરવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે 26 નવેમ્બર 2022ના રોજ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફલાઈટમાં લંચ કરીને ફલાઈટની લાઈટ બંધ કરી દેવામાં આવી હતી તે સમયે એક વ્યકિતએ 70 વર્ષની એક મહિલાની સીટ પાસે આવીને ત્યાં પેશાબ કર્યો હતો. આ અંગેની ફરિયાદ તેણે ક્રુ મેમ્બરને કરી હતી પરંતુ તે સમયે તેઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા જેના કારણે મહિલાએ ટાટા સમૂહના અધ્યક્ષ એન. ચંદ્રશેખરને પત્ર લખ્યો હતો. ફરિયાદ કરતા તેણે લખ્યું હતું કે ફલાઈટના ક્રુ મેમ્બર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જે ધટના ધટી હતી તે અંગે પણ પગલા લેવામાં આવે.
ફરિયાદી મહિલાએ પત્રમાં શું જણાવ્યું?
આરોપી મહિલાએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે હું જયારે ફલાઈટ AI 102માં પોતાની બિઝનેસ કલાસ યાત્રામાં સફર કરી રહી હતે તે સમયે બપોરનું લંચ લીધા પછી ફલાઈટની લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. જયારે હું સૂવાની તૈયારી કરી રહી હતી ત્યારે એક નશામાં ધૂત વ્યકિત મારી પાસે આવ્યા અને મારી સીટ ઉપર પોતાનું પેન્ટ ખોલી પેશાબ કર્યો હતો. જયારે તેઓએ ક્રુ મેમ્બરને આ ધટના અંગેની જાણ કરી તો તેઓએ કોઈ પગલું ભર્યું ન હતું તેમજ તેઓએ મને એક જોડી કપડા તેમજ ચપ્પલની આપી હતી. પરંતુ આરોપી સામે કોઈ પગલા ભર્યા ન હતા તેમજ કોઈ કાર્યવાહી પણ કરી ન હતી.
આ ફરિયાદને ધ્યાનમાં લેતા ટાટા સમૂદાય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ફલાઈટમાં 26 નવેમ્બરના રોજ જે ધટના ધટી હતી તે અસ્વીકાર્ય તેમજ અશોભનીય હતી જેના કારણે ફલાઈટમાં સવાર અન્ય લોકોને પણ તકલીફ ભોગવવી પડી હતી. આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. તેમજ આ મામલા અંગે પોલીસમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી ઉપર 30 દિવસ સુધી હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે અગાઉની કાર્યવાહી માંટે ડીજીસીએને આ મામલા અંગેની સૂચના આપવામાં આવી છે. આ મામલા અંગે રાષ્ટ્રીય મહિલા આયોગ પણ સક્રિય થઈ છે. આયોગની ચેરપર્સન રેખા શર્માએ દિલ્હી પોલીસને પત્ર લખીને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા કરી આ અંગે કેસ દાખલ કરવા જણાવ્યું છે તેમજ એક વૃદ્ધ મહિલાને માનસિક આઘાત પહોંચાડનાર આરોપી સામે કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.