સૂર્યના વધતા કિરણોત્સર્ગ (solar radiation) હવે હવાઈ મુસાફરી માટે નવું ચિંતાનો વિષય બની ગયું છે. તીવ્ર સૌર કિરણોને કારણે એરબસના અનેક વિમાનોના કમ્પ્યુટર સિસ્ટમોમાં ખામી જોવા મળી છે. સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ હોવાથી એરબસે તાત્કાલિક પગલું લઈ 6,000થી વધુ વિમાનોમાં સોફ્ટવેર અપડેટ કરવાની જાહેરાત કરી છે. આ કારણે આવનારા દિવસોમાં વિશ્વભરના મુસાફરોને ફ્લાઇટ મોડી અથવા રદ થવાની શક્યતા છે.
સૂર્યકિરણોથી ટેકનિકલ ખામી
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પણ સૂર્યકિરણ જ છે. ગયા મહિને જેટબ્લુ એરલાઇન્સની A320 ફ્લાઇટમાં ઉડાન દરમ્યાન અચાનક કમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. વિમાન મેક્સિકોથી યુએસ જઈ રહ્યું હતું ત્યારે સૂર્યકિરણોએ તેની ડેટા સિસ્ટમને અસર પહોંચાડી જેના કારણે વિમાનનો પાછળનો ભાગ અચાનક નીચે નમ્યો હતો. પાઇલટે કાબૂમાં લઈને ફ્લોરિડામાં કટોકટી ઉતરાણ કર્યું.
આ તપાસ પછી સ્પષ્ટ થયું કે મજબૂત સૌર કિરણોત્સર્ગ વિમાનની કમ્પ્યુટર યુનિટ્સને પ્રભાવિત કરી રહ્યું છે. ત્યારબાદ એરબસે તમામ A320 શ્રેણીના વિમાનોમાં સોફ્ટવેર બદલવાનું નક્કી કર્યું.
વિશ્વભરમાં ફ્લાઇટ્સ પર અસર
- એર ફ્રાન્સ – 35 ફ્લાઇટ્સ રદ
- જાપાન એરલાઇન્સ – 65 ફ્લાઇટ્સ રદ
- ભારતમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ મુસાફરોને આગાહી આપી છે કે કેટલાક રૂટ્સમાં વિક્ષેપ થઈ શકે છે.
- યુરોપિયન એર સેફ્ટી એજન્સી (EASA) અનુસાર આ પગલાથી યુરોપની 70% ફ્લાઇટ્સ પર અસર પડી શકે છે.
અપડેટ પ્રક્રિયા માટે કેટલો સમય લાગશે ?
મોટાભાગના વિમાનોમાં સોફ્ટવેર અપડેટ 2–3 કલાકમાં થઈ જશે પરંતુ 1,000 જેટલા વિમાનોમાં તેને એક અઠવાડિયુ પણ લાગી શકે છે.
મુસાફરો માટે સૂચના
એરબસે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોને થોડી મુશ્કેલી થશે પરંતુ સૂર્યના કિરણોથી થતા જોખમને દૂર કરવા માટે આ અપડેટ જરૂરી છે.
મુસાફરોને તેમની ફ્લાઇટનો સ્ટેટસ વેબસાઇટ અથવા એપ પર સતત ચેક કરવાની સલાહ છે