Charchapatra

એર ટર્બ્યુલન્સ અને વિમાનના આંચકા

 ‘ગુજરાતમિત્ર’ના તંત્રીલેખમાં એર ટર્બ્યુલન્સ અને વિમાનના આંચકા  વિશે ખૂબ સરસ અને વિગતવાર માહિતી જાણી. તેના અનુસંધાનમાં જણાવવાનું કે ૨૦૦૯ થી ૨૦૨૨ સુધીમાં એર ટર્બ્યુલન્સને કારણે ૧૬૩ વ્યક્તિઓને સખત ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલ હતા એમ અમેરિકાનું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન જણાવે છે. આને કારણે વ્યક્તિઓ ખૂબ જ ચિંતામાં મુકાઈ જાય છે, ગભરાઈ જાય છે , આંખ બંધ કરી દે છે , સીટ નું હેન્ડલ જોરથી પકડી લે છે તથા કોઈ વખત ચગડોળમાં બેઠા હોય  તેવી અનુભૂતિ પણ કરે છે. ઠંડકને કારણે , જેટ સ્ટ્રીમ કે થન્ડર સ્ટોર્મને કારણે પવનની દિશા અને ગતિ બદલાઈ જાય છે અને હવામાં એકદમ અસ્થિરતા આવી જાય છે જેથી વિમાન આંચકા અનુભવે છે , ઊંચાઈ પણ ગુમાવે છે તથા કોઈ વખત તો વિમાનને પણ નુકસાન થાય છે. કોઈક વાર તો શાંત આકાશમાં પણ વિમાન આંચકા અનુભવે છે. 

કેટલીક વખત તો નરી આંખ કે સેટેલાઈટ કે રડાર પણ તેને જોઈ શકતાં નથી. એર ટર્બ્યુલન્સનું કારણ હવામાનમાં પરિવર્તન તથા કાર્બન ડાયોક્સાઇડનું  વધતું પ્રમાણ પણ જવાબદાર છે. એવું અનુમાન છે કે આ સદીના અંત સુધીમાં આ પ્રકારના બનાવોમાં લગભગ ત્રણ ગણો જેટલો વધારો નોંધાશે. સામાન્ય રીતે સૌથી વધારે નુકસાન નાનાં વિમાનોને થાય છે. આનાથી બચવા માટે તમામ વ્યક્તિઓએ શક્ય એટલો વધારે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો હિતાવહ છે. અત્યાર સુધી બે વર્ષ કરતાં નાનાં બાળકોને અલગ સીટ નથી હોતી પરંતુ તેઓ ખોળામાં હોય છે. હવે ઘણી એર ઓથોરિટી દરેક વ્યક્તિ માટે અલગ સીટ અને તેનો સીટ બેલ્ટનો નિયમ લાગુ કરવા વિચારે છે. અત્યાર સુધી આ પ્રકારના બનાવોમાં એક વાત નક્કી જણાય છે કે જે વ્યક્તિઓએ સીટ બેલ્ટનો ઉપયોગ નહોતો કર્યો, નહોતા બાંધેલા તેઓને  ઈજા થઈ હતી અને મૃત્યુ પામ્યાં હતાં.
અમેરિકા   – ડૉ ચંદ્રેશ જરદોશ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાતની પ્રજાની સહિષ્ણુતા
ગુજરાતમાં અનેક કાંડ થાય. કેટલાયે બાળકો અને યુવાનોએ જળ સમાધિ લીધી જ્યારે અનેકે અગ્નિ સમાધિ લેવી પડી. અગ્નિમાં બળી ગયેલ વ્યક્તિ બળીને રાખ થયેલ હોવાથી ઓળખ મેળવવી મુશ્કેલ બનતા ડીએનએ કરવો પડ્યો. આ શું નાની વાત છે. ગયા તેને સહાય આવવાથી તેઓની હાય ઓછી થવાની નથી. પરંતુ દુ:ખ એ વાતનું થાય છે કે જ્યારે હાલની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની આજ જનતાએ 26માંથી 25 સીટ ભાજપની ચૂંટાઇ આવે ત્યારે જે પક્ષમાં શાસનમાં આવી કાંડ થવા છતાં તે પક્ષને એક સિવાાય બધી જ સીટ ચૂંટી મોકલવું એ રાજ્યની પ્રજાની શહિષ્ણુતા કેવી.

પછી આવા કાંડ ભાજપને અને કરનાર પણ વટથી ફરજ ને. હદ તો ત્યારે થાય છે કે ક્ષત્રિઓએ રૂપાલા વિરુધ્ધ આંદોલન કરી બહિષ્કાર કરેલ અને તે પણ ઉગ્ર આંદોલન અને લાંબો સમય ત્યારે સામાન્ય વ્યક્તિને વિચાર આવે કે રૂપાલાએ પોતાની આબરૂ બચાવવા ચૂંટણીમાં ખસી જવું જોઇએ. ત્યારે આજ રૂપાલા વિજયી થાય છે આછે આપણા ગુજરાતની પ્રજા.
અમરોલી – બળવતં ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top