National

દિલ્હી પ્રદૂષણ: સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી, લોકડાઉન લગાડવા સુધી વાત પહોંચી

નવી દિલ્હી: દિલ્હીમાં અધિકારીઓએ શુક્રવારે લોકોને બહારની પ્રવૃત્તિઓ મર્યાદીત કરવાની સલાહ આપી હતી અને સરકારી અને ખાનગી કચેરીઓને વાહનોના ઉપયોગમાં ઓછામાં ઓછા 30 ટકાનો ઘટાડો કરવા કહ્યું હતું. કારણ કે ખેતરમાં આગ અને પ્રતિકૂળ મોસમ સંબંધિત પરિસ્થિતિઓથી ઉત્સર્જનમાં વધારા વચ્ચે દિલ્હી-એનસીઆરમાં (Delhi NCR) વાયુ ગુણવત્તા (Air Pollution) કટોકટીના સ્તરે પહોંચી ગઈ છે.

દુનિયાનાં 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડસ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેક્નોલોજી ભાગીદાર છે. દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર ચાલુ છે. શનિવારે સુપ્રીમકોર્ટે પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમકોર્ટે વધતા પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છુટકરો મેળવવા માટે તાત્કાલિક ઉપાયમાં બે દિવસનું લોકડાઉન લગાવી દેવાની સલાહ પણ આપી છે.

4000 કરતા વધુ ખેતરની આગ દિલ્હીના પ્રદૂષણમાં 35 ટકાનું યોગદાન આપી રહી છે જેના કારણે એક દિવસનો સરેરાશ એર ક્વૉલિટિ ઈન્ડેક્સ (FUI) 471 પહોંચી ગયો હતો જે આ સીઝનમાં અત્યાર સુધીની સૌથી ખરાબ વાયુ ગુણવત્તા છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) પર એક પેટા કમિટિએ કહ્યું હતું હવામાન પરિસ્થિતિ 18 નવેમ્બર સુધી પ્રદૂષણને મટાડવા માટે પ્રતિકૂળ રહેશે અને સંબંધિત સંસ્થાઓએ ‘કટોકટી’ના વર્ગ હેઠળ પગલાં લેવા પૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે.

most polluted city in the world 14 out of 15 from india only - I am Gujarat

વિશ્વના આ 10 શહેરોમાં સૌથી વધુ હવામાં પ્રદૂષણ છે.

હવામાં પ્રદૂષણના મામલે વિશ્વમાં સૌથી ટોચનું સ્થાન દિલ્હી ધરાવે છે, તે ખરેખર દુ:ખદ બાબત છે. સ્વિટ્ઝરલેન્ડના ક્લાઈમેન્ટ ગ્રુપ IQAir ના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર 556 AQI છે. સુપ્રીમ કોર્ટ અનુસાર ઓછામાંઓછું 200 ટકા પ્રદૂષણ ઘટાડી 300 કરવામાં આવે તો લોકો શ્વાસ લઈ શકશે. દિલ્હી બાદ પાકિસ્તાનનું લાહોર (AQI 354), બલ્ગેરિયાના સોફિયામાં (178 AQI), કોલકત્તામાં (AQI 177), ઝાગ્રેબ ક્રોએશિયામાં (AQI 173), ભારતના મુંબઈમાં (AQI 169), સર્બિયાના બેલગ્રેડમાં (AQI 165), ચીનના ચેંગદુમાં (AQI 165), નોર્થ મેસેડોનિયાના સ્કોપજેમાં (AQI 164) અને પોલેન્ડના ક્રાકોમાં (AQI 160)નું સ્તર છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (CPCB) કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં પીએમ-2.5 તરીકે ઓળખાતા ફેંફસાઓને (Lungs) નુકસાન પહોંચાડતા અતિસૂક્ષમ કણોનુ 24 કલાકનું સરેરાશ એકત્રીકરણ મધ્યરાત્રીએ 300ના ચિન્હને પાર કરી ગયું હતું અને શુક્રવારની સાંજે 4 વાગે 381 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબીક મીટર થયો હતો જે સુરક્ષિત મર્યાદા 60 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર કરતા 6 ગણા વધુ છે.પીએમ-10 સ્તર 577 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર નોંધાયો હતો જે સુરક્ષિત મર્યાદા 100 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર કરતા પાંચ ગણા વધુ છે.

Delhi: Air pollution level continues in 'very poor' zone, AQI docks at 305

પીસીબી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં પ્રદૂષણ કટોકટીના સ્તરે પહોંચી શકે છે.

જીઆરએપી મુજબ જો પીએમ-2.5 અને પીએમ10 સ્તર સતત 48 કલાક અથવા તેનાથી વધુ ક્રમશ: 300 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર અને 500 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર કરતા વધુ રહે તો વાયુ ગુણવત્તાને ‘કટોકટી’ના સ્તરની ગણવામાં આવે છે. દિલ્હી-એનસીઆર પર ફેલાયેલી આંખમાં વાગતા ધુમ્મસની પરત શુક્રવારે વધુ ઘેરી બની હતી જેના કારણે સૂર્ય પ્રકાશ નારંગી રંગનો થયો હતો અને નવેમ્બરની શરૂઆતથી નુકસાનદાયક પ્રદૂષણ સ્તર હેઠળ ચાલી રહેલાં ક્ષેત્રના અમુક વિસ્તારોમાં દૃશ્યક્ષમતા ઘટીને 200 મીટર થઈ હતી. 4000 કરતા વધુ ખેતરોમાં લગાવેલી આગએ સરેરાશ એર ક્વાલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)ને 471 સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા નિભાવી છે, જે આ સીઝનમાં સૌથી ખરાબ એક્યુઆઈ છે. ગુરુવારે તે 411 હતો.

Delhi air pollution: Top apps to check air quality and air pollution in  your city-India News , Firstpost

દિવાળી બાદના 8 દિવસ પૈકી 6 દિવસોમાં શહેરમાં વાયુ ગુણવત્તા ગંભીર નોંધાઈ છે.

દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (ડીપીસીસી) મુજબ રાષ્ટ્રીય રાજધાનીના લોકો દર વર્ષે 1 નવેમ્બરથી 15 નવેમ્બર વચ્ચે સૌથી ખરાબ હવામાં શ્વાસ લે છે. શૂન્યથી 50 વચ્ચેનો એક્યુઆઈ ‘સારો’ માનવામાં આવે છે અને 51થી 100 વચ્ચેનો ‘સંતોષકારક’, 101થી 200 વચ્ચેનો ‘મધ્યમ’, 201થી 300 વચ્ચેનો ‘ખરાબ’, 301થી 400 વચ્ચેનો ‘બહુ ખરાબ’ અને 401થી 500 વચ્ચેનો ‘ગંભીર’ માનવામાં આવે છે.

Most Popular

To Top