વિમાનના મેન્ટેનન્સમાં વધારો કરવા અને ખરાબ હવામાન અને હવાઈ ક્ષેત્ર પર લાગેલા પ્રતિબંધોને કારણે એર ઇન્ડિયાએ ઘણી આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી છે. જેમાં દુબઈ, ચેન્નાઈ, દિલ્હી, મેલબોર્ન અને પુણે જેવા શહેરો વચ્ચેની ફ્લાઇટ્સ પર અસર પડી છે. વિમાનના મેન્ટેનન્સ અને સંચાલનના કારણોસર ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયા દ્વ્રારા મુસાફરોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
એર ઇન્ડિયાએ તા.20જૂન 2025ના રોજ શુક્રવારે વિમાનના મેન્ટેનન્સમાં વધારો કરવા , ખરાબ હવામાન અને હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો લાગવાના કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી છે. આ રદ ફ્લાઇટ્સમાં દુબઈ, ચેન્નાઈ, દિલ્હી, મેલબોર્ન, પુણે, અમદાવાદ, હૈદરાબાદ અને મુંબઈ જેવા શહેરો વચ્ચેની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
એર ઇન્ડિયા દ્વારા આ ફ્લાઇટઓ રદ કરવામાં આવી;
- AI906: દુબઈથી ચેન્નાઈની ફ્લાઇટ્સ
- AI308: દિલ્હીથી મેલબોર્નની ફ્લાઇટ્સ
- AI309: મેલબોર્નથી દિલ્હીની ફ્લાઇટ્સ
- AI2204: દુબઈથી હૈદરાબાદની ફ્લાઇટ્સ
- AI874: પુણેથી દિલ્હીની સ્થાનિક ફ્લાઇટ્સ
- AI456: અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ્સAI-2872: હૈદરાબાદથી મુંબઈની ફ્લાઇટ્સ
- AI571: ચેન્નાઈથી મુંબઈની ફ્લાઇટ્સ
આ તમામ ફ્લાઇટ વિમાન મેન્ટેનન્સ અને સંચાલનના કારણોસર એર ઈન્ડિયા દ્વારા રદ કરવામાં આવી છે.
એર ઇન્ડિયા રિફંડ આપશે:
એર ઇન્ડિયાએ તેના મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીર છે.તેમની સુવિધા માટે અનેક પગલાં લીધાં છે. એરલાઇને જાહેરાત કરી છે કે તે તા.21જૂનથી તા.15જુલાઈ,2025 સુધી તેના કેટલાક આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડશે અને ત્રણ રૂટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરશે. આ સાથે, મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા મફત રિશેડ્યુલિંગની સુવિધા આપવામાં આવશે.