નાણા મંત્રી કનુ દેસાઇ ગૃહમાં આજે વર્ષ 2025-26નું રાજ્ય સરકારનું બજેટ રજુ કર્યું છે. નાણામંત્રીએ બજેટ સ્પીચમાં કહ્યું કે, ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. ગરીબ- મધ્યમવર્ગીય પરિવારોના “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું સરકારનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1 લાખ 20 હજારની સહાયમાં મકાનદીઠ 50 હજારના માતબર વધારા સાથે 1 લાખ 70 હજાર કરવાની જાહેરાત કરું છું.
રાજ્યના સહકાર વિભાગ ને મજબૂત કરવા માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડમાં ધીરાણની મર્યાદા વધારાઈ છે. 4 લાખ થી વધારી 5 લાખ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા 4 % વ્યાજ રાહત આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ રુ. 12659 કરોડની જોગવાઇ કરાઇ છે. રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 299 કરોડની જોગવાઇ કરી.
શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા, નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા, ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. 1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે.
યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા
નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. માછીમારો માટે માળખાકીય સુવિધા ઉભી કરાશે. તમામ જિલ્લાઓમાં પ્રવાસ વિકાસ સોસાયટીની સ્થાપના કરાશે.
દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે. પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ રજૂ કરાઇ હતી. નાના શહેરોને મોટા શહેરોનો હવાઈ માર્ગે જોડવા 45 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ
બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ હતી. વિદ્યા અને પ્રોધ્યોગીકી વિભાગ માટે 2535 કરોડ રૂપિયા, ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ હતી. પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.
શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ
શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ, સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ, અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ, રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ, માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ, આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.
41 લાખ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળશે
41 લાખ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળશે. મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
“મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગત વર્ષ ના 20100 કરોડના બજેટમાં 16.35 કરોડનો વધારો કરાયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 2 કરોડ 67 લાખ લોકોને કેસલેસ સારવાર માટે 3676 કરોડની જોગવાઈ છે. જીએમઇઆરએસ મેડીકલ હોસ્પીટલ માટે 1392 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીનચેપી રોગ અને અન્ય સમસ્યાઓ ના નિવારણ માટે 400 કરોડની જોગવાઇ.
- સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ
- નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
- RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ
- વિદ્યાર્થી બસ પાસ ફી કંસેશન માટે 223 કરોડની જોગવાઈ
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ માટે 200 કરોડની જોગવાઈ
- ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અંદાજિત 22 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં 78 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 410 કરોડ
- અમદાવાદની એલ.ડી ઇજનેરી સહિત છ સરકારી ટેકનીકલ સંસ્થાઓમાં AI લેબ ની સ્થાપના માટે 175 કરોડ
- જળ સંપત્તિ વિભાગ માટે 13,366 કરોડની જોગવાઈ
- સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1,334 કરોડની જોગવાઈ
- સૌની યોજના માટે 813 કરોડની જોગવાઈ
- કચ્છ માટેની યોજના હેતુ 1,400 કરોડની જોગવાઈ
- સિંચાઇના માળખાના વિસ્તરણ સુધારણા અને આધુનિકીકરણ માટે 1,522 કરોડની જોગવાઈ
- 326 મોટા ચેકડેમ અને વિયર ડેમ બાંધવા માટે 832 કરોડની જોગવાઈ
- સાબરમતી નદી પર બાકીના 6 વિયર બેરેજ માટે 750 કરોડની જોગવાઈ
- ઉદ્વહન સિંચાઇ યોજના માટે 813 કરોડની જોગવાઈ, જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે 548 કરોડની જોગવાઈ
- ડેમ સેફ્ટી માટે 501 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ના કામો માટે 5,000 કરોડની જોગવાઈ
- પ્રવાસન સ્થળોને જોડતા 150 રસ્તાઓને જોડવા અને રીસરફેસ કરવા 2637 કરોડની જોગવાઈ
- રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 1659 કરોડ ની જોગવાઈ
- ભુજ-નખત્રાણા ચાર માર્ગીય હાઈસ્પીડ કોરિડોર ની કામગીરી માટે 937 કરોડ
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના ત્રીજા તબક્કા માટે 600 કરોડ
- ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા 63 રસ્તાઓ માટે 528 કરોડ
- ઔદ્યોગિક વિસ્તારના જુના ફૂલો ના મજબૂતીકરણ અને મરામત માટે 385 કરોડ
- હવામાનમાં થતા ફેરફારો સામે ટકી શકે તેવા રસ્તાઓના બાંધકામ માટે 300 કરોડ
- રાજ્યના મુખ્ય રોડ નેટવર્કના રસ્તા ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા 285 કરોડ
- અમદાવાદ થી ડાકોર, સુરત થી નવસારી, વડોદરા થી એકતાનગર, રાજકોટ થી ભાવનગર, મહેસાણા થી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળાના રસ્તા માટે 278 કરોડ
- રાજ્યના બંદરોને જોડતા 28 રસ્તાઓ ની સુધારણા માટે 187 કરોડ
- સ્ટેટ હાઇવે ની મરામત અને જાળવણી માટે 180 કરોડ
- ગાંધીનગરમાં સોળસો 80 ક્વાર્ટર્સના કામ માટે 120 કરોડ
- ગાંધીનગર પેથાપુર મહુડી રોડ પર ફ્લાવર અને ચાર માર્ગે બનાવવા 85 કરોડ
- શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સહાય માટે 3,353 કરોડની જોગવાઈ
- મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 27,330 કરોડની જોગવાઈ
- અમૃત 2.0 મીશન અંતર્ગત પાણી ડ્રેનેજ તળાવ અને પરિવહન ના વિકાસ માટે 1,950 કરોડની જોગવાઈ
- શહેરના વિવિઘ વિકાસ માટે 15 માં નાણા પંચ હેઠળ 1,376 કરોડની જોગવાઈ
- પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે 1,360 કરોડની જોગવાઈ
- સ્વચ્છ ભારત મીશન અને નિર્મળ ગુજરાત માટે 808 કરોડ જોગવાઈ
- ગંગાસરુપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને માસિક 1250 ની સહાય માટે 3015 કરોડ
- આંગણવાડીની બહેનોને માનદવેતન માટે 1241 કરોડ
- પૂરક પોષણ યોજના હેઠળ ત્રણથી છ વર્ષના બાળકોને ભોજન આપવા 673 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને પોષક આહાર માટે 372 કરોડ
- પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓ માં કુપોષણનો દર ઘટાડવા 375 કરોડ
- વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 217 કરોડ
- દૂધ સંજીવની યોજનામાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને દૂધ આપવા 133 કરોડ
શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ
શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ, RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ, વિદ્યાર્થી બસ પાસ ફી કંસેશન માટે 223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અંદાજિત 22 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે.
