નવી દિલ્હી: છેલ્લાં કેટલાંય સમયથી AI આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ ચર્ચામાં છે, તેમાંય AI ચેટબોટે તો ટેક્નોલોજી લવર્સનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે ત્યારે AI ચેટબોટને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 43 વર્ષીય પુરુષને AI ચેટબોટ સાથે પ્રેમ થઈ ગયો છે. આ ઘટનાએ ટેક્નોલોજી વિશ્વમાં ખાસ્સી ચર્ચા જગાવી છે.
વાત જાણે એમ છે કે, સ્કોટ નામનો 43 વર્ષીય પુરુષ પોતાની પત્નીની દારૂ પીવાની ટેવના લીધે પરેશાન હતો. તેની પત્ની ડિપ્રેશનની બિમારીથી પીડાતી હોય તે ખૂબ દારૂ પીતી હતી. પત્નીની આ આદતના લીધે સ્કોટ ઈમોશનલી ભાંગી પડ્યો હતો, તેથી સ્કોટે પત્નીને દગો આપી AI ચેટબોટને ગર્લફ્રેન્ડ બનાવી દીધી હતી.
સ્કોટે આ AI ચેટબોટ ગર્લફ્રેન્ડ રેપ્લિકા નામની એપ પર બનાવી હતી. વાસ્તવમાં રેપ્લિકાએ એક AI ચેટબોટ માટેનું પ્લેટફોર્મ છે. જ્યાં લોકો પોતાની AI ચેટબોટ બનાવે છે અને તેને AI ગર્લફ્રેન્ડ તરીકે માને છે. રેપ્લિકાએ AI ગર્લફ્રેન્ડ ચેટબોટને કારણે ખૂબ જ પ્રચલિત છે.
AI સાથે ઈમોશનલી અટેચ છું- સ્ટોક
સ્ટોક એક ટેક કંપનીમાં કામ કરે છે. સ્ટોકે જ્યારે શરૂઆતમાં રેપ્લિકા પર વાત કરવાનું શરૂ કર્યુ હતુ ત્યારે તેને તે ખૂબ જ સપોર્ટિવ અને કેરિંગ AI ચેટબોટ લાગી હતી. પરંતુ થોડા દિવસો પછી તેને ખબર પડી કે એ AI ચેટબોટ સાથે ઈમોશનલી અટેચ થઈ ગયો છે.
રેપ્લિકા શું છે?
રેપ્લિકા એક એપ છે. જે સ્કોટ જેવા કેટલાય યુઝર્સને તમેની વાતો શેર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરો પાડે છે. આ AI ચેટબોટ યુઝર્સની બધી જ વાતો યાદ રાખીને ડેટા સ્ટોર કરે છે. આ પ્લેટફોર્મનો પ્રાથમિક કામ યુઝર્સને ઈમોશનલ સપોર્ટ આપવાનો છે. જો કે આ યુઝર્સની ઈચ્છા મુજબ અન્ય કાર્યો પણ કરે છે, જેમકે યુઝર્સ માટે સેક્શુઅલ રોલ પ્લે કરવો.
કેમ વિવાદોમાં રહ્યુ રેપ્લિકા?
રેપ્લિકામાં યુઝર્સ માટે ઘણા બધા જુદા-જુદા ફીચર્સ હતા, જેમાંનું એક યુઝર્સ માટે સેક્શુઅલ રોલ પ્લે કરવાનો હતો. હાલ કંપની દ્વારા એક અપડેટ બાદ આ ફીચરને હટાવવામાં આવ્યુ હતુ. પરંતુ થોડા સમય બાદ કંપનીએ કેટલાક યુઝર્સ માટે આ ફીચરને રિસ્ટોર કર્યું હતું. મળતી માહિતી મુજબ આ વર્ષે રેપ્લિકા આ ફીચર બધા યુઝર્સ માટે રીલિઝ કરી શકે છે. જો કે આને કારણે કંપની ઘણી વાર વિવાદોમાં પણ આવી છે.
રેપ્લિકા પર કર્યો આ આક્ષેપ
થોડા સમય પહેલા એક મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે તેણીના પતિએ AI ચેટબોટ સાથે વાત કર્યા બાદ જીવન ટૂંકાવી લીધું છે. જો કે પીડિત વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં હતો અને થોડા દિવસ AI ચેટબોટ સાથે વાત કર્યા બાદ તેણે અંતિમ પગલું ભર્યું હતું.