Business

એ.આઈ. અને પરમાણુ શસ્ત્રો

યુરોપિયન યુનિયનના સત્તાવાર મૂલ્યાંકન અનુસાર એ.આઈ. પ્રેરિત કટોકટી ઘણી વાર સરળ સાયબર આઉટેજ તરીકે શરૂ થઈ શકે છે, જે પ્રારંભિક પ્રતિભાવમાં વિલંબનું જોખમ વધારે છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્ટાન્ડડસે એન્ડ ટેકનોલોજી (એનઆઈએસટી) એ.આઈ. રીસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક સ્વીકારે છે કે મોટા પાયે એ આઈ નિષ્ફળતાઓ ફક્ત ટેકનોલોજી જ નહી પરંતુ સામાજિક વિશ્વાસ અને જાહેર વ્યવસ્થાને અસર કરશે. વિશ્વના ટેકનીકલ નિષ્ણાતો એ ચિંતા કરે છે કે ટેકનીકલ ખામીથી શરૂ થતી એ.આઈ. કટોકટી વિશ્વને ખબર પડે તે પહેલાં જ ચેતવણી વિના વૈશ્વિક કટોકટીમાં ફેરવાઈ શકે છે.

વિશ્વને જેવી એ.આઈ.ની ચિંતા છે તેવી જ ચિંતા આજે પરમાણુ બોંબના ધડાકાઓની છે, જેનો કડવો અનુભવ વિશ્વને બીજા વિશ્વયુધ્ધમાં નાગાસાકી-હિરોશોમાનો થયેલ છે. જાન્યુઆરી-2025 સુધીમાં વિશ્વભરના કુલ 12241 પરમાણુ હથિયારો છે. જેમાંના 90 ટકા માત્ર રશિયા અને અમેરિકા પાસે છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ  ઈન્સ્ટીટ્યુટ (એસ.આઈ.પી.આર.આઈ- સિપરી’) ના રીપોર્ટ અન્વયે આશરે 9616 પરમાણુ હથિયાર સૈન્ય ભંડારમાં ઉપયોગ માટે તૈયાર હતાં. આશરે 3912 જેટલાં પરમાણુ હથિયારો મિસાઈલો અને વિમાનો પર તૈનાત હતાં, જ્યારે અન્યોને ભંડારમાં રખાયાં છે.

રશિયા-યુક્રેન યુધ્ધને ચાર વર્ષ જેવો લાંબો સમય થયો હોવા છતાં યુધ્ધ બંધ થવાનું નામ લેતું નથી અને એક સમાચાર અન્વયે રશિયાએ સરહદ પર પરમાણુ નચળાવાળી યોરેશિનીક મિસાઈલ સક્રિય કરેલ છે જે માત્ર રશિયા-યુક્રેન માટે જ નહીં પણ વિશ્વ માટે ચિંતાજનક જ ગણી શકાય. ચીનનો ભય વધતાં શાંત મનાતા મપાને પોતાના સ્વરક્ષણમાં ડીફેન્સ બજેટ વધારીને 18 અબજ ડોલર કર્યાના સમાચાર વિશ્વના દેશોની હાલનાં યુધ્ધોની સ્થિતિ સાબિત કરે છે. વર્ષ 2015 થી 2024 વચ્ચે વિશ્વના ટોચના શસ્ત્ર ઉત્પાદકોની કંપનીઓની આવકમાં વિક્રમ એવો 26 ટકાનો વધારો થયેલ છે, જે વિશ્વના દેશોની હાલની શસ્ત્રસ્થિતિ બતાવે છે.

ઉપરોક્ત હકીકતો જોતાં વિશ્વને એઆઈએ પરમાણુ શસ્ત્રો ભવિષ્યમાં નડવાની શક્યતા નકારી શકાય નહીં અને તેથી આપણા દેશના કર્મઠ અને નિર્ણાયક વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજનો યુગ બુધ્ધનો છે- યુધ્ધનો નથી કહેવું પડેલ છે તે સર્વથા સત્ય છે. યુનોએ આજે પહેલાં કરતાં વધારે સક્રિય બનીને વિશ્વના થઈ રહેલા અને થનાર યુધ્ધો બંધ કરાવવાની જરૂર છે અને વિશ્વ જનમાનવે પણ યુધ્ધો અટકાવવા લોકશાહી માર્ગે આંદોલન કરવાની એટલી જ જરૂર છે.
અમદાવાદ,    – પ્રવીણ રાઠોડ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top