વડોદરા : વડોદરા મહાનગર પાલિકા સંચાલિત કચેરી ટીપી ૧૩ છાણી ફાયર સ્ટેશન અને શહેરની મધ્યમાં આવેલ સીટી કન્ટ્રોલ કમાન્ડના મેદાનમાં દારૂની ખાલી બોટલ મળી આવતા તર્ક વિતર્ક સર્જાય છે એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે પાલિકાની કચેરીમાંથી જ દારૂની ખાલી બોટલો મળી આવી છે જેથી ગુજરાતમાં દારૂબાંધી ફક્ત કાગળ પર છે તેવું લાગી રહ્યું છે. પાલિકાની ટીપી ૧૩માં આવેલ છાણી ફાયર સ્ટેશનના ટેરેસ પરથી લાખો રૂપિયાના ખર્ચે વસાવેલા સાધનો ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે જયારે વધુમાં જોવા જઈએ તો ત્યાં દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે ત્યારે બીજી બાજુ શહેરની મધ્યમાં આવેલ સીટી કન્ટ્રોલ કમાન્ડના મેદાન માંથી પણ પાંચથી વધુ દારૂની ખાલી બોટલો મળી આવી છે. ગુજરાતમાં એકબાજુ દારૂ બધી ચાલે છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં પાલિકા સંચાલિત ફાયર સ્ટેશનના મેદાન તથા ટેરેસ પરથી દૂરની ખાલી બોટલો મળતાની સાથે ઘણી તર્ક વિતર્કો સર્જાય રહી છે.
ત્યારે વડોદરા શહેરની મધ્યમાં આવેલ સીટી કંટ્રોલ કમાન્ડના મેદાન માંથી આજ રોજ સમાજિક કાયર્કર દ્વારા મુલાકાત દરમ્યાન અસંખ્ય માત્રામાં દારૂની ખાલી બોટલો મળી આવી હતી. સીટી કંટ્રોલ કમાન્ડ સેન્ટર પાલિકા સંચાલિત છે તેમાં ફાયર સ્ટેશનનું કંટ્રોલ રૂમ આવેલો છે જો સીટીનું કંટ્રોલ સેન્ટરમાં જ દારૂની ખાલી બોટલો પકડાય છે તો પછી શહેરમાં દારૂની મળતો હોય તો જ મળે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે. હુજુ તો ગુજ રાતના બોટાદમાં ઝેરી દારૂ પીવાથી કેટલાક ઘરોમાં માતમ છવાયો છે.જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ દુ:ખદ ઘટનામાં કેટલાક લોકોના મૃત્યુ પામેલા છે ત્યારે પાલિકા સંચાલિત સીટી કંટ્રોલ કમાન્ડ સેન્ટર અને ટી પી ૧૩ છાણી ફયાર સ્ટેશનના ટેરેસ પરથી કેટલીક દારૂની ખાલી બોટલો મળી આવી છે જો ગુજરાતમાં દારૂ બધી હોય તો આ દારૂ પાલિકા સંચાલિત ઓફિસમાં ક્યાંથી આવે તે પણ એક પ્રશ્ન છે હવે જોવું રહ્યું કે આ મામલે પાલિકા શું એક્શન લે છે.
મેન્ટેનન્સના અભાવે સાધનો ભંગાર હાલતમાં
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ટીપી 13 ખાતે આવેલા ફાયર સ્ટેશનમાં શહેરના લોકોને સમસ્યાથી બચવા માટે ગુજરાત સરકારની મદદ થી માલ સામાનની ખરીદી કરવામાં આવેલી અગ્નિસમનદળ માટેના સાધનો તેમ જ એમ્બ્યુલન્સ ધૂળ ખાધેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જે અંગે આજે વોર્ડ નંબર એકના કોંગ્રેસના ત્રણ નગરસેવકો સ્થળ પર જઈ ભારે હોબાળો મચાવ્યો હતો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
ફાયર સ્ટેશનની માલ સામાનની ખરીદી માં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કોગ્રેશના નગરસેવકોએ જણાવ્યું હતું અને વધુમાં વડોદરા શહેર ના ફાયર સ્ટેશન મા કરોડો ના મશીનો સડી ગયેલા તેમજ ભંગાર થઈ ગયેલા હોય કોર્પોરશન ને કરોડો નુ આર્થિક નુકશાન કરાવનાર તંત્ર સામે આજે કોંગ્રેસ ના વોર્ડ નં 1 ત્રણ નગરસેવકોએ ટીપી 13 ફાયર સ્ટેશન ની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ કરોડો રૂપિયાની કિંમતના વાહનો અને સાધનો મેન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં પડી રહેલા જોવા મળ્યા હતા જેથી તેમને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. જેથી કોર્પોરેશનના તંત્ર દ્વારા માલસામાનની ખરીદી કરવા માટે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું અને પાલિકાની પોલ ખોલી હોબાળો મચાવ્યો હતો.
એક શબવાહીની માત્ર એક ટાયર બદલવા ના લીધે એક વરસ થી ધુળ ખાય રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું. એટલું જ નહીં ચોમાસામાં પૂર દરમિયાન લોકોની બચાવ કામગીરી માટે પ્રજાના કરોડો રુપીયાના ખર્ચે બોટ ખરીદવામાં આવી હતી તેમાંથી કેટલીક બોટ તો સડી ગયેલી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આગ બુજાવવા માટે ની મોટી મોટી પીપો અને ટાયરોનો જથ્થો ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે.
આ અંગે આજે વોર્ડ નંબર એકના કોંગ્રેસના ત્રણ નગરસેવકો સ્થળ પર પહોંચી જઈ કોર્પોરેશન ના તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત સરકારની સહાયથી કોર્પોરેશન દ્વારા ખરીદી કરવામાં આવેલા અગ્નિસમનદળના સાધનો અને વાહનો ભંગાર હાલતમાં થઈ ગયા છે. જેથી કોર્પોરેશનને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે તે સામે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લે તેવી માંગ વોર્ડ નંબર એકના ત્રણે નગરસેવકોએ કરી હતી.