ઉત્તરાયણના ગયા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શિયાળો હવે ધીરે ધીરે ગુજરાતમાંથી જઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી શિયાળો વિદાય લેશે, તે અંગે માહિતી આપી છે. એટલું જ નહીં, આજે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થશે, તેમ પણ જણાવાયું છે.હવે ઠંડીની જગ્યાએ લોકોને ગરમીનો એહસાસ થઈ રહ્યો છે.ત્યારે હવે રાજ્યમાં શિયાળાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
ત્યારે હવે હવામાન ખાતાએ અમદાવાદીઓ માટે એક સમાચાર આપ્યા છે, બપોર બાદ અમદાવાદ શહેરના નાગરિકોને ગરમીનો અહેસાસ થયો હતો, પરંતુ રાત્રે થશે ઠંડીનો અહેસાસ થશે. અમદાવાદ શહેરમાં નાગરિકોને ( citizens) બેવડી ઋતુનો અનુભવ થશે.અને હવે લોકોને ઠંડીના બદલે ગરમી લાગશે.
ત્યારે બીજી બાજુ ઉત્તર ભારતમાં ઠંડીની લહેરને કારણે તે તરફથી આવતી-જતી 25 ફ્લાઇટો એક કલાક કરતાં વધુ મોડી પડી હતી. 13 ફ્લાઇટો કેન્સલ ( cancel) કરાઇ હતી. મોડી પડનારી ફ્લાઇટોમાં મોટાભાગની દિલ્હી જતી-આવતી ફ્લાઇટોનો સમાવેશ થયો હતો. વાતાવરણ ખરાબ હોવાને કારણે સ્પાઇસ જેટની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરાઇ હતી.
વાતાવરણની અસર ફ્લાઇટોના શિડ્યુલ પર જોવા મળી છે. મોડી પડનારી ફ્લાઇટોમાં ગો-એરની ત્રણ, સ્પાઇસ જેટ ( spice jet) ની ચાર, ઇન્ડિગોની ( indigo) 14, એર ઇન્ડિયા ( air india) ની ત્રણ અને વિસ્તારાની એક ફ્લાઇટનો સમાવેશ થાય છે. જ્યારે કેન્સલ થયેલી 13 ફ્લાઇટોમાંથી 9 ગો-એરની, બે-બે ઇન્ડિગો-સ્પાઇસ જેટની ફ્લાઇટો હતી.
ગયા રવિવારે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો થયા બાદ તે ફરીથી નીચે આવી ગયો હતો. અમદાવાદ શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી હતું, જે પાછલા દિવસો કરતા ઓછું હતું. રવિવારે શહેરમાં ઠંડા પવનો શરૂથયા હતા. જેના કારણે ઠંડી વધી ગઈ હતી. બપોરના સમયે લોકો ગરમ કપડાંમાં પણ દેખાયા હતા. રાજધાની ગાંધીનગરમાં રવિવારે તાપમાન 8.5 ડિગ્રી સેલ્સિયસ હતું. નીચા તાપમા વચ્ચે ઠંડા પવનોને કારણે લોકો અસ્વસ્થ દેખાતા હતા. એ જ રીતે કચ્છના કાલિયામાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નલિયા અને આજુબાજુના વિસ્તારોમાં પણ ગડબડતી શિયાળો રહ્યો હતો. સૌરાષ્ટ્રના કેશોદમાં 9.9 ડીગ્રી નોંધાઈ હતી. આ ઉપરાંત વડોદરાના અન્ય મોટા શહેરોમાં 14, સુરતમાં 19, રાજકોટમાં 13.9, કચ્છના ભુજ શહેરમાં 13.2 અને ઉત્તર ગુજરાતમાં ડીસામાં 11.1 ડિગ્રી નોંધાઈ છે. આ દિવસોમાં ઉત્તર ભારતમાં ફરીથી બદલાતા હવામાનને કારણે ગુજરાતમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે.