Gujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર લોખંડ ભરેલી ટ્રકનો અકસ્માત, બેના મોત

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (Ahmedabad-Vadodara Expressway) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. વહેલી સવારે લોખંડના રોડ ભરેલી આઇસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત (Death) થયા છે. વહેલી સવારેે ઘટનાને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ (Traffic) સર્જાયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ અકસ્માતની જાણ પોલીસને કરી હતી.

  • અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો
  • ટ્રેલર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત
  • અકસ્માતના કારણે 4 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર સવારે 6 વાગ્યાની આસપાસ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. લોખંડના રોડ ભરેલી આઇસર અને ટ્રેલર અથડાતા 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકો પાસેથી મળતી માહિતી અનુસાર લોખંડની રોડ ભરેલી આઈસરને હટાવવાની કામગીરીના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા આઇસર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રાફિકના કારણે હાઈવે પર 4 કિલોમીટર સુધી વાહોનોની કતાર જોવા મળી હતી. અકસ્માતને પગલે પોલીસ દ્વારા હાલમાં બંને મૃતદેહનો કબ્જો લઈ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ દ્વારા અકસ્માતની વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ત્યારે અન્ય એક ગમ્ખાવર અકસ્માત લીંબડી તાલુકાના ધંધુકામાં પણ સર્જાયો હતો. જેમાં પૂરપાટે આવતી કારે અકસ્માત સર્જોયો હતો.

ધંધુકામાં પૂરપાટે આવતી કાર પલટી , 1નું મોત, 3 ઘાયલ
લીંબડી ધંધુકા રોડ પર આજે સવારે ગંભીર અકસ્માક સર્જાયો હતો. કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ વ્યકતિઓને ગંભીર ઈજા પહોંચી છે.

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર નજીક લીંબડી ધંધુકા રોડ પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગૂમવાતા કાર રોડની બીજી સાઈડ પલટી મારી ગઈ હતી. મળતી માહિતી અનુસાર કારમાં ચાર લોકો સવાર હતો. ત્યારે ધંધુકા રોડ નજીક કાર ચાલકે કારના સ્ટિયરિંગ પક કાબૂ ગૂમાવી દીધો હતો. તેથી ફૂલ સ્પીડે આવતી કાર રોડની બીજી સાઈડ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત નિપજ્યું છે અને અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે સદ્દભાગ્યે સામેની સાઈડથી અન્ય કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top