અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) બોડકદેવ – સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટેલના (Taj Hotel) માલિક તથા ચેરમેન કૈલાશ ગોએન્કા સહિત 10 જેટલા આરોપીઓ હોટેલના સાતમા માળે જુગાર રમતા ઝડપાઈ ગયા છે. અમદાવાદ પોલીસ (Police) કમિશ્નર સંજય શ્રીવાસ્તવના નેતૃત્વ હેઠળ કામ કરતી પીસીબીની ટીમે આ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.ધરપકડ કરાયેલા 10 જુગારીઓ સામે સરખેજ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
અગાઉથી પીસીબીને એવી બાતમી મળી હતી કે હોટેલ તાજ સ્કાયના સાતમાં માળે કેટલાંક લોકો ભેગા થઈને જુગાર રમી રહ્યા છે, જેના પગલે અમદાવાદ પીસીબીના પોઈ તરલ કુમાર ભટ્ટ તથા તેમના સ્ટાફની ટીમે ગત રાત્રે હોટેલ તાજ સ્કાયના સાતમાં માળે પહોચી જઈને દરોડા પાડયો હતો. પોલીસની ટીમે સાતમાં માળે રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો, તે દરમ્યાન પોલીસે પૂછ્યું હતું કે, કૈલાશ ગોએન્કા કોણ છે ? એટલે દરવાજો ખોલનાર વ્યકિત્તએ કહ્યું હતું કે મારૂં જ નામ કૈલાશ ગોએન્કા છે. જેના પગલે પીસીબીની ટીમે આ રૂમ નંબર 721માં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ રૂમમાં ગોળ ટેબલ પર કોઈન પર જુગાર રમતા 10 આરોપીઓને ઝડપી લીધા હતા.
આ રૂમમાંથી પીસીબીની ટીમે 9.83 લાખ રોકડા, 4 મોબાઈલ ફોન અને 186 જેટલા કોઈન સાથે 10.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તાજ હોટેલના માલિક તથા ચેરમેન કૈલાશ ગોએન્કા પોતાના આર્થિક ફાયદા માટે આ જુગાર રમાડી રહ્યા હતા. પીસીબીના હેડ કોન્સ્ટેબલ નૌશાદ અલી અને હેડ કોન્સ્ટેબલ તુષારદાનને આ જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી.
જુગારમાં કોણ કોણ પકડાયા
(1) કૈલાશભાઈ રામ અવતાર ગોએન્કા ,તાજ હોટલ ના માલિક ઉંમર વર્ષ- 57, રહે- બંગલા નંબર 2 સંકલ્પ રાજપથ ક્લબની બાજુમાં એસજી હાઇવે સેટેલાઈટ -અમદાવાદ
(2) શંકરભાઈ મોહનભાઈ પટેલ ઉંમર વર્ષ 57 રહે મકાન નંબર 25 સર્વોદય વિભાગ એક વ્યયંગદેવ ચાર રસ્તા અગ્રવાલ ટાવરની સામે ઘાટલોડીયા- અમદાવાદ
(3) હસમુખભાઈ મફતલાલ પરીખ ઉંમર વર્ષ 56 રહેવાસી મકાન નંબર 2 અભિશ્રી રેસીડેન્સી બંગ્લોઝ વિભાગ એક કાન્તમ પાર્ટી પ્લોટ ની પાછળ તાજ હોટેલ પાસે બોડકદેવ -અમદાવાદ
(4) અજીતભાઈ શાંતિલાલ શાહ, ઉંમર વર્ષ 49 રહે- એ 202 અલ્ટિસ-1 એપાર્ટમેન્ટ હેબતપુર રોડ સુવર્ણવિલા બંગલોઝ ની સામે સોલા – અમદાવાદ
(5) કનુભાઈ અંબાલાલ પટેલ, ઉમર વર્ષ 58 રહે- મકાન નંબર 25 શુભ લાભ સોસાયટી સત્તાધાર ચાર રસ્તા પાસે સોલા રોડ – અમદાવાદ
(6) ભાવિન ઇન્દ્રજીતભાઈ પરીખ, ઉ.વ- 47, રહે બંગલા નંબર- 2 સામવેદ માનસી કોમ્પલેક્ષની બાજુમાં સેટેલાઈટ – અમદાવાદ
(7) પ્રદીપ રામભાઈ પટેલ, ઉં.વ-59, મ.નં. સી/૯, ડિવાઇન આઇલેન્ડ સાયન્સ સિટી સોલા -અમદાવાદ
(8) ભરતભાઈ મણીલાલ પટેલ, ઉં.વર્ષ-59 રહેવાસી મકાન નંબર 62 કલહાર એક્ઝોટિકા, સાયન્સ સિટી, સોલા – અમદાવાદ
(9) જગદીશભાઈ ભગવાનભાઈ દેસાઈ, ઉં.વ-59 રહેવાસી બંગલા નંબર 19 હાર્મની બંગ્લોઝ ભાડજ અમદાવાદ
(10) નરેન્દ્રભાઈ જીવણલાલ પટેલ ઉંમર વર્ષ 57 રહેવાસી મ.નં.બી/21 બેલેવ્યુ ફાર્મ, લપકામણ, વડસર, તાલુકા દસ્ક્રોઇ ઘાટલોડિયા – અમદાવાદ