Gujarat

અભેદ સુરક્ષા વચ્ચે આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી ભવ્ય રથયાત્રા નીકળશે

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં અષાઢી બીજ 1લી જુલાઈ-2022ના રોજ અભેદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવાન (God) જગન્નાથની 145મી રથયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર નીકળશે. રથયાત્રાને લઈને સુરક્ષાની તમામ વ્યવસ્થા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે. રથયાત્રાની સુરક્ષા માટે 25 હજાર પોલીસકર્મીઓ (Police) તૈનાત કરવામાં આવ્યાં છે.

આ વખતે ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા અમદાવાદ શહેરમાં તેના પરંપરાગત ઉપર નીકળશે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથ ઉપરાંત 18 જેટલા શણગારેલા ગજરાજો, 101 સાંસ્કૃતિક ઝાખીઓના દર્શન કરાવતી ટ્રકો, 30 અખાડાઓ, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા, 1000થી વધુ ખલાસી ભાઈઓ જે રથને ખેંચશે, તેમજ હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને રાજ્યભરમાંથી 2000થી વધુ સાધુ-તો રથયાત્રામાં જોડાશે. રથયાત્રાના સમગ્ર રૂટ શ્રદ્ધાળુઓને ભક્તોને 3000 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી, 2 લાખ કિલો ઉપર્ણનો પ્રસાદ વહેંચવામાં આવશે.

આવતીકાલ તા. 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળા આરતી યોજાશે. આ મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. મંગળા આરતી પછી આદિવાસી સમાજ દ્વારા નૃત્ય અને રાસ ગરબા કરાશે.

મુખ્યમંત્રીને કોરોના થયો હોવાથી પ્રથમ વખત પહિંદ વિધિ કેન્દ્રીય ગૃહ પ્રધાન કરે તેવી સંભાવના
બીજી તરફ આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને કોરોના થયો હોવાથી તેઓ પંહિદ વિધિ કરી શકે તેમ નથી. આ વખતે પહિંદ વિધિ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરે તેવી સંભાવના છે. આ વર્ષે પ્રથમ વખત 145 વર્ષની પરંપરા વખત તુટશે અને મુખ્યમંત્રી સિવાય અન્ય કોઈ વ્યક્તિ પહિંદ વિધિ કરશે. સવારે 7 વાગ્યે પહિંદ વિધિ કર્યા પછી ભગવાનના રથને ખેંચી રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રા સવારે 7 વાગ્યે જમાલપુર જગંન્નાથ મંદિરેથી નીકળી તેના પરંપરાગત રૂટ ઉપર પરિક્રમા કરીને સાંજે 8:30 વાગે નીજ મંદિરે પરત ફરશે.

રથયાત્રા માટે અભેદ સુરક્ષા કવચ
આ વર્ષે રાજ્યમાં નીકળનાર રથયાત્રા માટે 25 પેરામિલિટરી ફોર્સની કંપનીઓ બહારથી બંદોબસ્ત માટે ગોઠવવામાં આવી છે. જેમાંથી 22 કંપનીઓને અમદાવાદમાં ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં શહેર પોલીસ ઉપરાંત બહારથી 4 ડી.આઇ.જી., 20 એસ.પી., 60 ડીવાયએસપી, 150 પોલીસ ઇન્સ્પેક્ટર, 300 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 2000 પોલીસ કોસ્ટેબલ, સહિત અંદાજે 25 હજારથી વધુ પોલીસ કર્મીઓને ફરજ ઉપર ગોઠવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ડ્રોન કેમેરા, બોડી ઓન કેમેરા તથા આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ પોલીસ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે સોશિયલ મીડિયામાં પણ ખાસ નજર રાખવામાં આવશે. જેના માટે સાઇબર ક્રાઇમની ટીમો, સીઆઇડી ક્રાઇમ પણ સતત નજર રાખશે. ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમમાં ખાસ લાઈવ મોનીટરીંગ પણ કરવામાં આવશે.

Most Popular

To Top