Business

જંત્રી મામલે ચાલતા કકળાટ વચ્ચે અમદાવાદ મનપાનો મોટો નિર્ણય

અમદાવાદ : અમદાવાદીઓ (Ahmedabad) માટે રાહતના સમાચાર આવ્યા છે. પ્રોપર્ટી ટેક્સમાં (Property Tax) તેઓને મોટી રાહત મળતા હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં હજુ આગામી ત્રણ વર્ષ (Three Years) માટે મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ (Tax) નહિ વસુલ કરે તેવું એલાન કરવામાં આવ્યું છે. આ જાહેરાત શુક્રવારે બજેટ (Budget) દરમ્યાન કરવામાં આવી હતી. તદઉપરાંત ઓનલાઇન એડવાન્સ ટેક્સમાં (Advance Tax) પણ 13%ની રાહત આપવાની જાહેરાત કરતા અમદવાદશહેરના નાગરિકોને આ એલાનથી ખુશીનો અહેસાસ થયો હતો.

  • અમદાવાદીઓ માટે શુક્રવારે આવ્યારાહતના સમાચાર
  • ઓનલાઇન એડવાન્સ ટેક્સમાં પણ 13%ની રાહત આપવાની જાહેરાત
  • હજુ આગામી ત્રણ વર્ષ સુધી અમદાવાદ મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહી વસુલે

શુક્રવારે રજુ કરાયેલા નવા બજેટમાં થઈ હતી મોટી જાહેરાત
શુક્રવારે અમદવાદ મનપા દ્વારા નવું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટ અંતર્ગત અમદાવાદીઓને મોટી રાહત આપવામાં આવી હોવાના સમાચાર આવ્યા છે.હાલમાં ગુજરાતના મોટા શહેરોમાં નવી જંત્રી પ્રમાણે પ્રોપટી ટેક્સ ભરવાનું એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.જોકે તેનો વિરોધ શરુ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ દરમ્યાન અમદવાદ મનપાએ મોટી રાહતનું એલાન કર્યું હતું અને પ્રોપર્ટી ટેક્ક્ષ 3 વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે જ લેવાશે.વધુમાં ઓનલાઇન એડવાન્સ ટેક્સ પણ 13%નું રિબેટ આપવાની જાહેરાત કરતા અમદાવાદીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

ડ્રાફ્ટ બજેટમાં પણ 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો
વર્ષ 2023-24નું રૂપિયા 9482 કરોડનું બજેટ અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે રજુ કરવામાં આવ્યું છે. ભાજપના સત્તાધીશોએ આજે સ્ટેન્ડિંગ કાઈટીમાં અનેક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા વિચારણા કરી રજુ કર્યું હતું. ઉપરાંત રજુ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં પણ 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે.તો બીજી તરફ શહેરમાં ફેલાતા પ્રદુષણ માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચિત કર્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. જોકે તેમાં પણ મહદ અંશે ઘટાડો કરવામાં આવ્યો હતો.

આંશિક રાહત સાથે વસૂલાશે પ્રોપર્ટી ટેક્સ
અમદવાદ મનપાએ રહેણાંક મિલ્કતોમાં વર્તમાન દર પ્રતિ ચોરસમીટર ઉપર 16 રૂપિયા હતો,જેમાં પણ આંશિક વધારો કરીને 23 રૂપિયા સુચાયો છે. જોકે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેમાં ઘટાડો કરીને 20 રૂપિયા મજુર કર્યો છે. જયારે કોમર્શિયલ મિલ્કતોમાં પ્રવર્તમાન દર 20 રૂપિયા છે જેને 37 રૂપિયા કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તેમાં પણ ઘટાડો કરીને 34 રૂપિયા મંજુર કરવામાં આવ્યો છે. ઓવરઓલ વર્ષ 2023-24ના રજુ કરાયેલા બજેટમાં આશિક રાહત આપવામાં આવી છે.

Most Popular

To Top