ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) એસ પી રિંગ રોડ પર આયોજિત પ્રમુખસ્વામી મહારાજ (Pramukhswami Maharaj) શતાબ્દી મહોત્સવનો (Centenary Festival) હવે ચાર દિવસો પૂર્ણ થયા છે..જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ અહીં હરિ ભક્તોની સંખ્યામાં વધારો થઇ રહો છે. દેશ માંથી જ નહિ પણ વિદેશ માંથી પણ ભક્તો અવિરત પણે આવી રહ્યા છે. અમદાવાદ ગાંધીનગર હાઇવે BAPS સંસ્થા દ્વારા ઊભા કરાયેલા પ્રમુખ સ્વામીનગરમાં અલગ-અલગ આકર્ષણોએ (Attractions) લોકોને ઘેલું લગાડ્યું છે. આ બધા વચ્ચે અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિની બાજુમાં ઊભા કરાયેલા આરોગ્ય કેન્દ્રએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે, અહીં એક ટેલિફોન છે.આધુનિક મોબાઈલ અને ઇન્ટરનેટના જમાનામાં આ ટેલિફોન દરેકની નજરે ચઢ્યા વગર રહેતો જ નથી આ ટેલીફોનની વિશેષતા એ છે કે તેમાં પર બાપા સહુ કોઈના ખબર અંતર પૂછે છે.
આરોગ્ય કેન્દ્રએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે
પ્રમુખ સ્વામીનગરમાં અલગ અલગ આકર્ષણો ઉભા કરાયા છે જેને લોકોને ઘેલું લગાડ્યું છે. અહીં મુખ્યપ્રવેશદ્વાર હોય કે, પ્રમુખ સ્વામીની વિરાટ પ્રતિમાં, કે પછી બાળકોને આકર્ષતો ગ્લો ગાર્ડન હોય કે બાળનગરી, કે પછી તમામ ઉંમરના લોકોને રોમાંચ કરાવતો રાત્રે થતો લાઈટ એન્ડ સાઉન્ડ શો, આ તમામ આકર્ષણોની લોકો રસપૂર્વક ચર્ચા કરી રહ્યા છે. જો કે, આ બધા વચ્ચે અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિની બાજુમાં ઊભા કરાયેલા આરોગ્ય કેન્દ્રએ પણ લોકોનું ધ્યાનનું કેન્દ્ર બનતું ગયું છે. તેમાં પણ આરોગ્ય કેન્દ્રમાં એક ટેલિફોને સૌથી વધારે આકર્ષણ જમાવ્યું છે. કારણ એ છે કે, અહીં ફોન ઉપાડતાં જ સામે છેડેથી સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પણ હરિભક્તના ખબર અંતર પૂછે છે અને સારા આરોગ્યના આશીર્વાદ આપે છે. આથી વડીલ હરિભક્ત હોય કે, બાળભક્તો દરેક લોકો ટેલિફોન પર બાપાનો સ્વર સાંભળીને ધન્યતા અનુભવી રહ્યા છે.
ટેલિફોને લોકોમાં જમાવ્યું આકર્ષણ
અહીં દરરોજ પ્રમુખ સ્વામી નગરમાં આવતા હરિભક્તોમાંથી જેને શારીરિક તકલીફ હોય તેવા લોકો આરોગ્ય કેન્દ્રની અવશ્ય મુલાકાત લે છે. અહીં તેમનું નિદાન થાય છે. આરોગ્ય કેન્દ્રમાં ઠેર ઠેર દર્દીઓના ખબર અંતર પૂછતી બાપાની તસવીરો લગાવેલી જોવા મળે છે તો આ તરફ કેટલાક દર્દીઓ દવા લીધા બાદ તરત ટેલીફોન પાસે જાય છે અને ખબર અંતર પૂછતો બાપાનો સ્વર સાંભળીને જાણે સાક્ષાત બાપા સાથે જ વાત કરી હોય તેવી ધન્યતા અનુભવે છે. નાના બાળકો માટે તો બાપા સાથે વાત કરવાની આ ઘડી કોઈ અતિ રોમાંચથી કમ નથી.
બાપાને સમર્પિત આ ટેલિફોન ટેકનોક્રેટ યુવાઓના દિમાગનું સર્જન છે
આપને જણાવી દઈ કે, આ આખી નગરી ઊભી કરવામાં નિસ્વાર્થ ભાવે અર્પણ કરનારા તમામ લોકોની જેટલો ફાળો છે તેટલો જ ફાળો હરિભક્ત એવા યુવા ટેકનોક્રેટસનો પણ છે. ટેલિફોન જેવા ઘણા પ્રોજેક્ટ બહુ પાછળથી ઉમેરાયેલા છે કારણ કે, યુવા હરિભક્તો પોતાની સ્કીલને કંઈક અલગ જ રીતે અભિવ્યક્ત કરવા માગતા હતા. આ ટેલિફોનની થીમ પણ બાપાને સમર્પિત ટેકનોક્રેટ યુવાઓના દિમાગનું સર્જન છે.