Gujarat

અમદાવાદ: સાબરમતી નદીમાંથી હેલિકોપ્ટર રેસ્ક્યુ કરતબ જોઈ લોકોના જીવ અધ્ધર થયા

ગાંધીનગર: અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati River front) પર હેલિકોપ્ટર (Helicopter) કરતબે લોકોના શ્વાસ થંભાવી દીધા હતા. હેલિકોપ્ટર રેસ્ક્યુ (Rescue) અને હવાઈ કરતબો જોઈને લોકોની ચિચિયારીઓ નીકળી ગઈ હતી. ગાંધીનગર (Gandhi Nagar) ખાતે 18 ઓક્ટોબરથી ડિફેન્સ એક્સપો યોજાવવાનો છે. આ દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રવિવારે સવારે ડિફેન્સના એક્સપર્ટ ઓફિસર દ્વારા કરવામાં આવી રહેલા રિહર્સલ જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા, તો કેટલાક લોકો કરતબો જોઈને ચિચિયારીઓ પાડવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે આગામી18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટ ઉપર સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી એર શૉ યોજાશે. જેની રિહર્સલ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આ રિહર્સલમાં દિલધડક કરતબો કરવામાં આવી રહ્યા છે. શનિ-રવિની રજામાં રિવરફ્રન્ટ પર આવનારા લોકોની એક નજર આકાશ તરફ તો પડે જ છે કારણ કે આ કોઈ સામાન્ય હેલિકોપ્ટર નથી પણ ડિફેન્સમાં એક્ટિવ હેલિકોપ્ટર છે. જે યુદ્ધ સમયે અલગ અલગ ફોર્સ સાથે જોડાયેલા હોય છે.

રેસ્કયુના કરતબે લોકોના જીવ અધ્ધર કરી નાખ્યા
તમને જણાવી દઈએ કે શનિવારે ડિફેન્સ એક્સપોર્ટ ટીમે સાબરમતી નદીમાંથી હેલિકોપ્ટરની મદદથી ત્રણ જવાનોને રેસ્કયુ કરવાનો કરતબ કરવામાં આવ્યો હતો. આ જોતા જ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જ્યારે આખા દિવસ સુધી શહેરના આકાશમાં ડિફેન્સ હેલિકોપ્ટર સ્મોક કરતા કરતા હવાઈ ઉડાન કરતા હતા ત્યારે અનેક લોકો રિવરફ્રન્ટ ભેગા થવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટ પર રિહર્સલ દરમિયાન રોજ સાંજે આકાશમાં અલગ અલગ હેલિકોપ્ટર ઉડે છે. એર શોની તૈયારી માટે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. અટલ બ્રિજથી જમાલપુર બ્રિજ વચ્ચેની નદીમાં હેલિકોપ્ટરમાંથી સેનાના જવાનો વિવિધ કરતબો કરી રહ્યા છે. રિહર્સલ કરતા હેલિકોપ્ટરને જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા ભેગી થાય છે. જોકે રિવરફ્રન્ટના પટ્ટા પર કોઈ પણ નાગરિકને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. તમને જણાવી દઈએ કે 18થી 22 સુધી રિવરફ્રન્ટના કારણે કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યા છે. બપોરે 3થી રાત્રે 9 વાગ્યા સુધી વાડજ સ્મશાનગૃહ કટથી આંબેજકર નીચે રિવરફ્રન્ટ રોડ બંધ રાખવામાં આવશે જ્યારે તેના વૈકલ્પિક વાડજ સ્મશાનગૃહ કટથી આશ્રમ રોડ પર અવર-જવર કરી શકાશે. સવારે 8થી રાતના 9 વાગ્યા સુધી ડફનાળા ચાર રસ્તાથી રિવરફ્રન્ટ રોડથી પૂર્વ આંબેડકર નીચેનો રોડ બંધ રહેશે. જ્યારે  વૈકલ્પિક રસ્તો ડફનાળાથી શાહીબાગ અંડરપાસ થઈ નમસ્તે સર્કલ રોડ પર અવર-જવર કરી શકાશે.

Most Popular

To Top