રાજ્યના નગરો, મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિતના વિવિધ જનહિત વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મનપાને વિકાસ કામો માટે ૭૦ર કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો લોકહિતકારી નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસના ૬૩ કામો માટે રૂ. ૩પ૪.૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ ૬૩ કામોમાં રસ્તા રીસરફેસ તથા માઇક્રો સરફેસિંગના રર કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ૧૩, પાણી પુરવઠાના ર, ફાયર સાધનો ર તથા સોલા ગામ તળાવ ડેવલપમેન્ટનું ૧ અને વિવિધ ઝોનના ર૧ વિકાસ કામોનો સમાવેશ થાય છે. અમદાવાદ મનપામાં સામાજિક આંતરમાળખાકીય વિકાસના કામો માટે રૂ. ૮પ કરોડની રકમ ફાળવી છે. આ અંતર્ગત બિલ્ડીંગ, શાળા અને વોર્ડ ઓફિસના ૬ કામો અને પ્રહલાદનગર, સિંધુભવન તથા ચાંદલોડીયા એમ ૩ મલ્ટીલેવલ પાર્કિંગના કામો હાથ ધરાશે, એટલું જ નહિ, બે રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અંડરબ્રીજ એમ ૩ કામો માટે રૂ. ૮ કરોડની ફાળવણી કરવાનો પણ નિર્ણય અમદાવાદ મહાનગર માટે કર્યો છે.