Gujarat

‘તારે મારી સાથે સંબંધ રાખવો પડશે’ કહી મહિલાને હેરાન કરતો હતો પોલીસ કોન્સ્ટેબલ અને થયું આવું

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાને એક તરફી પ્રેમ (Love) તથા સંબંધ બાંધવા દબાણ કરીને પરેશાન કરનાર પોલીસ કોન્સ્ટેબલ સામે હવે નરોડા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરી દેવાઈ છે. મહિલાને રસ્તા પર રોકીને તેણીને પ્રેમ સંબંધ બાંધવા પોલીસ કોન્સ્ટેબલે (Constable) દબાણ કર્યું હતું. આ પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણનગર પોલીસ મથક (Police Station) ખાતે ફરજ બજાવી રહ્યો છે. જો કે તેની સામે ફરિયાદ દાખલ થઈ જતાં તે હવે નાસી છૂટયો છે. પોલીસ કોન્સ્ટેબલની ધરપકડના ચક્રો ગતિમાન થયા છે.

  • હું તને પ્રેમ કરું છું, મારી સાથે સંબંધ રાખવો પડશે કહીને મહિલાને પરેશાન કરનાર પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ
  • મહિલા જ્યારે નિકોલખાતે ફલેટમાં રહેતી હતી ત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાથે તેણીની ઓળખાણ થઈ હતી
  • ફોન કરીને અને રસ્તામાં રોકીને સતત હેરાન-પરેશાન કરતો હતો

મહિલા નિકોલમાં જે ફલેટમાં રહેતી હતી , ત્યાં આ પોલીસ કોન્સ્ટેબલ પણ રહેતો હતો. તે દરમ્યાન બન્નેની ઓળખાણ થઈ હતી. જેના પગલે પોલીસ કોન્સ્ટેબલ મહિલાને પ્રેમ કરવા લાગ્યો હતો. ફરિયાદી મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ,ઘણા સમયથી પોલીસ કર્મીએ મહિલાને હું તને પ્રેમ કરું છું, મારે તમારી સાથે પ્રેમ સંબંધ બાંધવો છે તેમ કહીને હેરાન કરતો હતો. એટલું જ નહિ અલગ અલગ મોબાઈલ નંબર તથા ઓફિસના ફોનથી ફોન કરીને હેરાન કરતો હતો.

વધુમાં આ પોલીસ કોન્સ્ટેબલે મહિલાને કહયું હતું કે ,તું મારું કહ્યું કેમ માનતી નથી, મારું કહેલું માનવું જ પડશે. મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે, તેમ કહી ગાળો બોલતો હતો. તેમજ ધમકી આપી હતી કે, જો તું મારું કહ્યું માનીશ નહીં તો હું તને તારા પરિવારને જાનથી મારી નાખીશ. આટલેથી નહીં અટકતાં આ પોલીસ કર્મીએ તાજેતરમાં મહિલાના એકટિવાની ચાવી લઈ લીધી હતી અને કહયું હતું કે તું મારી સાથે પ્રેમ સંબંધ બાંધવાની કેમ ના પાડે છે? આટલું કહીને મહિલાને ગાળો આપી હતી.

Most Popular

To Top