Gujarat

અમદાવાદ: હુક્કાબારમાં પોલીસકર્મીઓની મહેફિલની આશંકાને પગલે વિજિલન્સની રેડ

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના ગુજરાત કોલેજ (Gujarat College) પાસેના TCS હુક્કાબાર (Hookah bar) પર વિજિલન્સની ટીમે રેડ કરી હતી. પોલીસે અહીંથી સીસીટીવી (CCTV) અને ડીવીઆર (DVR) કબજે કર્યા છે. મળતી માહિતી મુજબ અહીં 20 લોકો હુક્કાબારની મજા માણી રહ્યા હતા જેમાં 2 મહિલાઓ હતી. પોલીસે રેડ બાદ હુક્કાના સેમ્પલ કબજે કર્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહીં પોલીસકર્મીઓ પણ હુક્કાની મેહફિલ સજાવે છે. જે અંગેની આશંકાને પગલે પોલીસે અહીં રેડ કરી હતી. આ રેડ શુક્રવારે રાત્રે કરવામાં આવી હતી. પરંતુ સ્થાનીક પોલીસ દ્વારા કાર્યવાહી કરવાને બદલે વિજિલન્સની ટીમે રેડ પાડી હતી.

અમદાવાદના ગુજરાત કોલેજ વિસ્તારમાં હુક્કો પીવા બેઠેલા લોકોની જાણ સ્થાનિક પોલીસને નહીં પણ વિજિલન્સને થઈ હતી. રેડ દરમ્યાન હુક્કાબારમાં 20 લોકો હાજર હોવાનું જાણવા મળ્યું છે. અહીં 2 મહિલાઓ પણ હુક્કાબારની મજા માણી રહી હોવાનું જણાવાઈ રહ્યું છે. વિજિલન્સની ટીમે અહીંથી અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરની બે વ્યક્તિ કવિ અને કવ્વાલના નામે જાણીતી છે જે અહીં રાત પડતાં જ હૂક્કાની મહેફિલમાં શામેલ જાય છે. આ ઉપરાંત અહીં પોલીસ પોલીસવાળાઓની પણ બેઠક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે અહીં કોણ કોણ આવે છે તે જાણવા માટે વિજિલન્સ વિભાગે TCSનાં CCTV અને DCR પણ કબજે કર્યા છે. તપાસ બાદ અનેક જાણીતા લોકોના નામ સામે આવવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top