અમદાવાદ: (Ahmedabad) સુપ્રીમકોર્ટની કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના (Gujarat Court) નવા ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલની નિમણૂક કરી છે. આમ ગુજરાત હાઇકોર્ટને બીજા મહિલા ચીફ જસ્ટિસ (Woman Chief Justice) મળશે. બીજી તરફ ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવાયા છે.
જસ્ટિસ સુનિતા અગ્રવાલ 2011માં અલ્હાબાદ હાઇકોર્ટના જજ બન્યા હતા. અહીં તેઓ સૌથી સિનિયર જજ હતા હાઇકોર્ટમાં તેમનો 11 વર્ષ કરતાં વધુ સમય સુધી જસ્ટિસ તરીકે કાર્ય કરવાનો અનુભવ છે. હવે તેઓ ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ બનશે. જસ્ટિસ સુનીતા અગ્રવાલ 1989માં સ્નાતક બન્યા બાદ, 1990માં એડવોકેટ તરીકે નામાંકિત થયા હતા, અને 21 નવેમ્બર 2011ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટમાં એડિશનલ જસ્ટિસ તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેઓએ 2013માં ન્યાયાધીશ તરીકેના શપથ લીધા હતા. અત્યાર સુધીમાં તેઓએ અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે.