અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ફરી એક વાર આગની (Fire) ઘટના બનતા અફડાતફડી મચી જવા પામી છે. શહેરની ઊંચી રેસિડેન્સયલ બિલ્ડિંગના (Building) 12માં માળે આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 11 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયર વિભાગના જવાનોએ 1 કલાક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી અનુસાર શેહરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના ફ્લેટના 12માં માળે આજે શુક્રવારે સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગને આગની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. 12માં માળે આગ લાગતા લોકો ગભરાયને ફ્લેટમાંથી નીચે ઉતરી ગયા હતા. જે ફ્લેટમાં આગ લાગી હતી, તે પરિવાર પણ સુરક્ષિત રીતે ફ્લેટમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ જોતજોતામાં આગ પ્રસરવા લાગી હતી. અને ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા. ફ્લેટમાં ધુમાડાના કારણે બે વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેથી તાત્કાલિક સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયત્નો કર્યો હતો. 1 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર વહેલી સવારે 6 વાગ્યેની આસપાસ તક્ષશિલા એર ફ્લેટના 12મા માળે આગ લાગ્યાની માહિતી મળી હતી. 12મા માળે આગ લાગતા 11 ગાડીઓ સાથે ટીમને મોકલવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે એક કલાકમાં પાણીનો મારો ચલાની આગને કાબૂમાં લેવાય હતી. ત્યારે બાદ કૂલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અનુસાર ઈલેક્ટ્રિક ડકમાં ધુમાડા નીકળતો હોવાથી શોર્ટસર્કિટથી આગ લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ અગાઉ બાળકી સાતમાં માળે આગમાં ફસાઈ હતી
આ અગાઉ પણ અમદાવાદ શહેરની ઊંચી બિલ્ડિંગમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. 7 જાન્યુઆરીના રોજ સવારે 7:28 વાગ્યે શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લ્ટના સાતમા માળે એક ઘરમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે રેસ્ક્યુ વાહનો અને એમ્બયુલન્સ સાથે 15 ગાડી રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા.
ત્યારે આ દુર્ઘટનામાં ઘરમાં રહેલા પરિવારના ચારમાંથી ત્રણ સભ્ય ઘરની બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની તરુણી આગમાં ફસાઈ ગઈ હતી, જેથી ફાયર બ્રિગેડના જવાનોએ તેને બચાવવા માટેની કવાયત શરૂ કરી હતી. પરંતુ ફાયરની ટીમને ઘરમાં જવાનો રસ્તો ન મળતા ટીમે જવાનને આથમા માળેથી દોરડું બાંધીને સાતમા માળે ઉતારવામાં આવ્યો હતો. ફાયરની ટીમને ઘરમાં જવાનો રસ્તો ના મળતાં આઠમા માળેથી એક માણસને દોરડું બાંધીને સાતમા માળે ઉતારવામાં આવ્યો હતો. ફાયરના જવાનને પ્રાંજલ દાઝેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક 108 મારફકે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ફાયર વિભાગને 30 મિનિટ જેટલો સમય આગ બુઝાવવામાં થયો.