અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) જીવરાજ પાર્કમાં આવેલા સેલ પેટ્રોલ પંપ પાસે અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ (Fire) લાગી હતી. આગની ઘટનાની જાણકારી સામે આવતા જ ફાયરની 10 ગાડીઓ મોકાના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત આગના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યાં હતા.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જીવરાજ પાર્ક વિસ્તારમાં અવધ આર્કેડ નામની બિલ્ડિંગમાં ભોંયરામાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા ચાર લોકોને અત્યાર સુધીમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ભોંયરામાંથી ધૂમાડો ઉપર સુધી ગયો હતો જેનાં કારણે બિલ્ડિંગમાં જેટલા લોકો ફસાયેલા હતા, તેઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. રજાનો દિવસ હોવાથી બિલ્ડિંગમાં વધુ લોકો હાજર ન હતા.
ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે
બિલ્ડીંગના પ્રથમ માળ પરથી ધૂમાળાના ગોટાગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની 10 ગાડી આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત કરી રહ્યાં છે. ફાયરની ટીમ ઓક્સિજન માસ્ક પહેરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમે હાઈડ્રોલિક સિડીની મારફતે કુલ 4 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેમાં 3 મહિલાઓ છે. જો હજુ પણ ધૂમાડો વધારે હોવાથી આગ બુજાવવામાં મુશ્કેલી આવી રહી છે.
આગ મહદઅંશે કાબૂમાં લેવામાં આવી છે. બિલ્ડીંગના ભોયરામાં આગ લાગી હતી. ધૂમાળો વધારે હોવાથી ઝીરો ઝીરો વિઝીબિલીટીની સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.
એસ્ટેટ વિભાગ કરશે કાયદાકીય કાર્યવાહી
અમદાવાદના આર્કેડમાં નિયમોનું ઉલ્લંધન કર્યુ હોવાનું સામે આવી રહ્યુ છે. બેઝમેન્ટમાં વાહનોની જગ્યાએ ઓફીસ અને રુમ તેમજ બાથરૂમ બનાવી દેવાયામાં આવ્યુ હતુ. રાજસ્થાન હોસ્પિટલ બાદ ફરી એક વાર બેઝમેન્ટનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ કેસમાં હવે એસ્ટેટ વિભાગ કાયદાકીય કાર્યવાહી કરશે. બેઝમેન્ટની દીવાલો ઉપર લાકડાનું કવર હોવાથી આગ બુઝાવવામાં સમય લાગ્યો હતો. પરમિશન સિવાય બેઝમેન્ટનો આવો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.