Gujarat

અમદાવાદમાં સિવિલ ખાતેનું મેડીસિટી આરોગ્ય સેવા મેળવવાનું ‘ઓલ ઇન વન સેન્ટર’ બન્યું

ગાંધીનગર : અમદાવાદમાં (Ahmedabad) સિવિલ મેડિસિટી ખાતેથી રૂ. ૧૨૭૫ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની (Gujarat) સાડા ૬ કરોડની જનતાને આરોગ્ય સુરક્ષા-સુખાકારી માટે રૂ. ૧૨૭૫ કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. રાજ્ય સરકારે સારવાર સુવિધામાં માનવીય અભિગમ અપનાવ્યો છે. આ અભિગમને કારણે જ આજે અમદાવાદ મેડીસિટીમાં અદ્યતન સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, હૃદયની હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ કાર્યરત છે. આ મેડીસિટીમાં દર્દીના સગાને રહેવા-જમવા માટેની ઉત્તમ સગવડો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એટલું જ નહીં, ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ માટે એકોમોડેશન, નવી લેબોરેટરી સહિતનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં વિકસાવવામાં આવ્યું છે.

રાજ્યના આરોગ્ય માળખા અંગે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુ કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યના આરોગ્ય માળખાને સુદૃઢ કરવા માટેની પહેલ કરી, અસારવાનું આ મેડીસિટી જનતા માટે આરોગ્ય સેવા મેળવવાનું ‘ઓલ ઇન વન સેન્ટર’ બન્યું છે, રાજ્યની સમગ્ર આરોગ્ય પ્રણાલિને કોવિડ મહામારી સામે લડવા કામે લગાડી હતી, તેમાં આ મેડીસિટી-સિવિલ હોસ્પિટલનું વિશેષ યોગદાન રહ્યું છે. એટલું જ નહીં, દેશમાં કોરોના વિરોધી સ્વદેશી રસીનું નિર્માણ થયું અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન પાર પાડ્યું હતું, જેમાં ગુજરાત દરેક તબક્કે અગ્રેસર પણ રહ્યુ છે.

હેલ્થ સ્કીમ આયુષ્માન ભારત યોજના અંતગર્ત આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર એમ ડબલ એન્જિન સરકારને પરિણામે ગુજરાતની 3000 જેટલી હોસ્પિટલમાં 2700 જેટલી વિવિધ આરોગ્ય સેવાઓ દર્દીઓને કેશલેસ મળી રહી છે.

Most Popular

To Top