Gujarat

અમદાવાદના જમાલપુરમાં પાંચ માળની બિલ્ડીંગ હલવા લાગી ને લોકોની નજર સામે જોતજોતામાં તૂટી પડી

અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં આવેલા તાઉતે વાવાઝોડાની અસરના પગલે અમદાવાદ શહેરમાં જમાલપુર (Jamalpur) વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી (building collapsed) થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. શહેરમાં જમાલપુર વિસ્તારમાં કાજીના ધાબા પાસે આવેલી પાંચ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કાઈ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ બિલ્ડીંગ તૂટી પડી ત્યારે બિલ્ડિંગમાં કોઈ જ ન હતું. જ્યારે આ બિલ્ડિંગ હલતી હતી, તે જ વખતે બિલ્ડિંગમાં રહેતા લોકો બહાર નીકળી ગયા હતા. આથી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બીજી તરફ આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત બચાવ કામગીરી ટીમ ઘટનાસ્થળે દોડી કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે તાઉ તે વાવાઝોડાના પગલે અનેક ઠેકાણે વૃક્ષો અને હોર્ડિંગ્સ પડી ગયા હતા. ત્યારે બુધવારે સાંજના સમયે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી કાજીના ધાબા પાસેની એક પાંચ માળની બિલ્ડિંગ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ પડી ત્યારે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા જેથી જાનહાનિ થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે. ઈમારત ધરાશાયી થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સ્થાનિકો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી.

બિલ્ડિંગમાં રહેતા પરિવારના સભ્યોને લાગ્યું કે ઈમારતમાં કંઈ તકલીફ છે. પરિવારના સભ્યોની સતર્કતાથી આ બિલ્ડિંગ ગઈ કાલે મંગળવારે જ ખાલી કરી દીધી હતી. મળતી માહિતી મુજબ ગઈકાલે આવેલા તૌકતે વાવાઝોડાને કારણે અને ઈમારતની નીચે ડ્રેનેજ લાઈન આવેલી હોવાથી ઈમારતમાં હલન ચલન થઈ હતી. જેના કારણે ઈમારતમાં રહેતા લોકોએ મોડી સાંજે ઈમારત ખાલી કરી દીધી હતી. ધીમે ધીમે નમી રહેલી આ ઈમારેત બુધવારે બપોરના સમયે ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ એએમસીની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પાંચ માળની બિલ્ડિંગ પડી રહી હતી ત્યારે સામે જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા

https://youtu.be/_5nUKT9vzbw

જાણવા મળ્યા મુજબ બિલ્ડિંગમાં એક જ પરિવારના લોકો રહેતા હતા. બિલ્ડિંગ નીચે ગટરલાઈનની કોઈ સમસ્યા હતી. વાવાઝોડા દરમિયાન બિલ્ડિંગમાં રહેતા લોકોને જર્ક આવ્યો હતો. જેથી બુધવારે સવારે એન્જિનિયરને બોલાવીને સ્ટ્રક્ચર ચેક કરાવ્યું હતું. પરિવારના લોકો અગમચેતીના ભાગરૂપે બધા બહાર નીકળી ગયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થઈ ત્યારે તેમાં કોઈ હાજર ન હતું.

Most Popular

To Top