Gujarat

અમદાવાદના બિલ્ડરને ડિજીટલ એરેસ્ટ કરી સાબયર માફિયાઓએ 1.15 કરોડ પડાવી લીધા

અમદાવાદ : આજકાલ સાયબર ક્રિમિનલ્સ લોકોને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવી રહ્યા છે. ઓનલાઈન સાયબર માફિયાઓ લૂંટારુંઓ ક્યારેક નકલી IPS તો ક્યારેક CBI ઓફિસર બનીને હાઈપ્રોફાઈલ લોકોને દેશદ્રોહી, આતંકવાદી, બળાત્કારી, દાણચોર કહીને લાખો અને કરોડો રૂપિયાની લૂંટ ચલાવે છે. કલાકો સુધી ઘરમાં બંધ રહેવા મજબૂર કરી દે છે. અમદાવાદના બિલ્ડર પાસેથી સાયબર માફિયાઓએ 1.15 કરોડ પડાવી લીધા હતા. આ સમગ્ર કેસમાં અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાનની ગેંગના ત્રણ સાયબર માફિયાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં શિવરાજ રામનિવાસ જાટ, કમલેશ મોહનલાલ બિશ્નોઈ તથા નથુરામ નિમ્બારામ જાટની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી પાસેથી 11 લાખ રોકડા પણ જપ્ત કરાયા છે, જયારે રાજસ્થાનની જુદી જુદી બેન્કોમાં પડેલા 63 લાખ પણ ફ્રીઝ કરી દેવાયા છે.

ફરિયાદી ઉપર તેમના આધાર કાર્ડની વિગતોના આધારે સાયબર માફિયાનો ફોન આવ્યો હતો કે તમારૂ પાર્સલ આવ્યુ છે, જેમાં 16 પાસપોર્ટ, 58 એટીએસ કાર્ડ તથા 140 ગ્રામ એમડી ડ્રગ્સ પણ આવ્યુ છે. જેના પગલે આરોપીઓએ આ ફરિયાદીને ધમકાવીને ડિજીટલ ધરપકડથી બચવા સામે 1.15 કરોડ પડાવી લીધા હતા. અમદાવાદના બિલ્ડર પાસેથી સાયબર ગઠિયાઓએ 1.15 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓ પાર્સલમાં MD ડ્રગ્સ મળ્યું હોવાનું કહીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. સાયબર ક્રિમિનલ્સે પોતાને દિલ્લી પોલીસ અને CBIના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. ગઠિયાઓએ બિલ્ડરને કહ્યું હું કે તેમના પાર્સલમાં MD ડ્રગ્સ મળ્યું છે. આમ કહીને સાયબર ગઠિયાઓએ અમદાવાદના બિલ્ડર પાસેથી 1.15 કરોડની રકમ પડાવી લીધી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરીને રાજસ્થાનની ગેંગના ત્રણ સાયબર માફિયાઓની ધરપકડ કરી લીધી છે.

ઓક્ટોબર મહિનામાં જ સાયબર માફિયાઓએ ગુજરાતીઓના 150 કરોડ ખંખેરી લીધા
ગાંધીનગર : ગુજરાત સહિત દેશભરમાં સાયબર ક્રાઈમથી કરોડોની છેતરપિંડી થઈ રહી છે. સ્ટેટ સાયબર સેલ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. જે મુજબ માત્ર ઓક્ટોબર મહિનામાં થયેલા સાયબર ફ્રોડના આંકડાઓ પર નજર કરીએ તો, ખોટી ઓળખના 2, 270, ઓનલાઈન શોપિંગના 1,130, તથા અન્ય કેસમાં 1, 400 સાથે મળીને કુલ 11, 600 કેસ નોંધાયા છે. સ્ટેટ સાયબર સેલ સીઆઈડી ક્રાઈમ દ્વારા જાહેર થયેલા આંકડામાં અંદાજે રૂપિયા 150 કરોડની છેતરપિંડી ગુજરાતમાં થઈ છે, જે માટે 11,600 ફરિયાદો નોંધાઈ છે.ગત ઓક્ટોબર મહિનામાં ખોટી ઓળખના 2,270 કેસ, કાર્ડના 1,151 કેસ, ઓનલાઇન શોપિંગ 1,130 કેસ તથા અન્ય 1,402 સહિત 11,600 કેસ નોંધાયા હતા. આમ ઓનલાઇન છેતરપિંડીના કિસ્સામાં સોશિયલ મીડિયામાં કોઈ પણ લાલચમાં ન આવવાની અપીલ પણ પોલીસે કરી છે. વિવિધ સાયબર ફ્રોડના માધ્યમથી સાયબર માફિયાઓએ ગુજરાતીઓના 150 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે.

Most Popular

To Top