Business

અમદાવાદ બ્લાસ્ટના દોષિતોની ‘મહર્ષિ વાલ્મિકી’ સાથે સરખામણી કરાઈ, વકીલે કહ્યું..,

અમદાવાદ: આજે બુધવારે અમદાવાદ બ્લાસ્ટ કેસના (Ahmedad Blast case) દોષિતોની સજા (Punishment) પર સુનાવણી (Hearing) થઈ હતી પરંતુ ચૂકાદો આવ્યો નહોતો. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા બાદ આજે કોર્ટ તેમને સજા સંભળાવે તેવી સંભાવના હતા, પરંતુ હવે તે 11 ફેબ્રુઆરી પર ટળી ગઈ છે. આ અગાઉ આજે સ્પેશ્યિલ કોર્ટમાં આરોપીઓના વકીલ દ્વારા બચાવ માટે 3 સપ્તાહનો સમય માંગવામાં આવ્યો હતો. જોકે, સ્પેશ્યિલ કોર્ટે કેસના તથ્યોને જોતાં 3 સપ્તાહની માંગણી નકારી માત્ર 48 કલાકનો સમય આપ્યો હતો. હવે 11 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. નોંધનીય છે કે આજે 11 વાગ્યે શરૂ થયેલી સુનાવણી માત્ર અડધો કલાક જ ચાલી હતી.

બચાવ પક્ષે સજાની જાહેરાત માટે 3 અઠવાડિયાનો સમય માંગ્યો
આરોપીઓના વકીલે આજની સુનાવણીમાં દોષિતોમાં સુધારાની તક હોવાની દલીલ કરી હતી. તેમણે તે માટે વાલ્મિકીનું ઉદાહરણ આપ્યું હતું. આરોપીઓને સુધરવાની તક આપવી જોઈએ તેવી રજૂઆત બચાવ પક્ષના વકીલે કરી હતી. કેમ કે આરોપીઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. વકીલે આરોપીઓની પારિવારીક સ્થિતિ અને મેડીકલ પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે વધુ સમય નહીં આપતા માનવીય અભિગમ દાખવી 11 તારીખ સુધીનો સમય આપ્યો છે.

સરકારી વકીલે કહ્યું, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે
સરકારી વકીલે આરોપીઓને મહત્તમ સજાની માંગ કરતા કહ્યું હતું કે તેઓએ જઘન્ય અપરાધ કર્યો છે. રાજીવ ગાંધી હત્યા કેસના ચૂકાદાનો રેફરન્સ સરકારી વકીલે કોર્ટને આપ્યો હતો. સરકારી વકીલે કહ્યું કે, વાલ્મિકી રોજ નથી થતાં, કે તેમનામાં સુધારાનો અવકાશ હોય છે.

હવે 11 ફેબ્રુઆરીએ કોર્ટ ફરી દલીલો સાંભળશે
કોર્ટે કહ્યું કે, આરોપી પક્ષના વકીલો જેલમાં બંધ દોષિતોની આજે જ મુલાકાત લઈ લે. તેમનો પક્ષ જાણે અને ત્યાર બાદ કોર્ટમાં રજૂઆત કરે. હવે આગામી 11 ફેબ્રુઆરીએ બંને પક્ષ તરફથી સજા મામલે દલીલો સાંભળવામાં આવશે.

સુનાવણીમાં શુ થયું

  • જયપુર, બેંગલુરું, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર આજે સાંજ સુધીમાં મોકલી આપવા કોર્ટે આપ્યા નિર્દેશ
  • કોર્ટે કહ્યું કે, બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. સાથે જ શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો દોષિતોના પરિવાર પાસેથી તેમના વકીલો મેળવી લે એવી કોર્ટે તાકીદ કરી.
  • બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરાઈ. બચાવ પક્ષના વકીલે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દત માંગી હતી. જેની સામે કોર્ટે કહ્યુ કે, આવી કોઈ જોગવાઈ હોય તો બતાવો. બચાવ પક્ષે રજુઆત કરી કે, દોષિતોને સુધારાનો અવકાશ આપવા માટેની રજુઆત કરીએ છીએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપો.
  • સુનાવણીમાં રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો હતો. સરકારી વકીલે રજુઆત કરી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો. તેથી તેમને મહત્તમ સજા થવી જોઈએ. એક ચુકાદા નો હવાલો આપીને પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી કે, વાલ્મિકીઓ રોજ નથી થતા, કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. દોષીતોએ આતંકી કૃત્ય કર્યું છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણવામાં આવે.

Most Popular

To Top