Gujarat

10 મહિના પૂર્વે ડોમિનીકાથી અમેરિકા જવા નીકળેલા મહેસાણાના 4 યુવાનો બાબતે મળી આ જાણકારી

અમદાવાદ: (Ahmedabad) મહેસાણા જિલ્લાના ચાર લોકો સહિત કુલ નવ વ્યકિત ડિસેમ્બર 2022માં ડોમિનીકાથી અમેરિકા (America) જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગયા છે. આ મામલો હાઇકોર્ટમાં (High Court) પહોંચતા હાઇકોર્ટે વિદેશ મંત્રાલયને નોટિસ ફટકારી હતી. જે અંગે વિદેશ મંત્રાલયે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરતા કહ્યું છે કે, ડિસેમ્બર 2022માં મહેસાણા જિલ્લાના ચાર લોકો સહિત નવ વ્યક્તિ ડોમિનીકાથી અમેરિકા જવા નીકળ્યા હતા. જેમાંથી આ ચાર લોકોનો હજુ કોઈ જ પત્તો મળ્યો નથી. આ મામલે ફ્રાન્સ હાઇ કમિશન દ્વારા ગુમ થયેલા ભારતીયોને શોધવાના પ્રયાસો ચાલુ છે.

  • 10 મહિના પૂર્વે ડોમિનીકાથી અમેરિકા જવા નીકળેલા મહેસાણાના 4 યુવાન હજુ લાપત્તા
  • હાઈકોર્ટની નોટિસ અંગે વિદેશ મંત્રાલયનો ખુલાસો, યુવકોને શોધવાના પ્રયાસ હજુ ચાલુ છે

વિદેશ મંત્રાલય દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશ મંત્રાલય અને ફ્રાંસ હાઇ કમિશન દ્વારા તપાસ ચાલુ છે. ઈમેલ તેમજ અન્ય માધ્યમોથી આ યુવકોને શોધવાનો પ્રયાસ ચાલુ છે તેમજ જુદા જુદા સ્થળોએ તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત ફ્રેન્ચ ઓવરસીઝ વિસ્તારમાંથી કોઈપણ ભારતીય નાગરિકને પકડવામાં આવ્યા નથી, વધુમાં તેમના દેશની જેલમાં કોઈ ભારતીય નાગરિક બંધ નથી.

અમદાવાદમાં ટીપી ગ્લોબલ FXમાં EDનાં દરોડા, 1.36 રોકડા અને 1.2 કિલો સોનુ જપ્ત
ગાંધીનગર: ગેરકાયદે ફોરેકસ ટ્રેડિંગના કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી )ના અધિકારીઓની ટીમ દ્વારા અમદાવાદમાં ટીપી ગ્લોબલ એફએકસ સામે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ઈડીના અધિકારીઓ દ્વારા 1.36 કરોડની રોકડ તથા 1.2 કિલો સોનું પણ જપ્ત કરી લેવાયું છે. પ્રીવન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ અન્વયે આ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે અમદાવાદમાં દરોડાની કાર્યવાહી દરમ્યાન કંપનીના સંચાલકોના નિવાસ સ્થાનેથી મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો તથા રોકડ 1.36 કરોડ, અંદાજિત 71 લાખની કિંમતનું 1.2 કિલો સોનું , 89 લાખની બે લકઝરી કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે. આ ઉપરાંત બેન્કમાં રહેલા 14.72 લાખ ટાંચમાં (ફ્રીઝ ) લેવાયા છે. એકંદરે આ ગ્રુપની સ્થાવર – જંગમ સહિતની 239.29 કરોડની સંપત્તિ જપ્ત – ટાંચમાં લેવામાં આવી છે. ટીપી ગ્લોબલ એફએકસ દ્વારા ગેરકાયદે ફોરેકસ કરાતું હતું, તેવી ઈડીને બાતમી મળી હતી. જેના પગલે પીએમએલએ-2002 એકટ અન્વયે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Most Popular

To Top