Gujarat

ફરી અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

અમદાવાદ: છેલ્લાં એક દોઢ મહિનાથી એરપોર્ટ, મોલ, સ્કૂલ જેવા જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં વડોદરાના એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે ફરી એકવાર અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ભર્યા ઈમેઈલના પગલે સુરક્ષાતંત્ર દોડતું થયું છે. અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

થોડા દિવસ પહેલાં વડોદરા સહિત દેશના 15 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યા હતા. જોકે, એકેય એરપોર્ટ પર કશું વાંધાજનક મળ્યું નહોતું. આ ઘટનાના છ દિવસ બાદ આજે તા. 24 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર ધમકી મળી છે.

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ શરૂ કરાયું છે. આઈએસએફની ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ છ મહિનામાં ત્રીજીવાર છે જ્યારે અમદાવાદ એરપોર્ટને બોમ્બથઈ ઉડાવાની ધમકી મળી છે.

આ અગાઉ મંગળવારે 18 જૂનના રોજ એરપોર્ટ પર એક બોમ્બ છે બ્લાસ્ટ થઈ જશે તેવો ધમકીભર્યો ઈ મેઈલ મળ્યો હતો. દોઢ મહિના પહેલાં તા. 12 મેના રોજ પણ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી.

દર 10-15 દિવસે ઈ મેઈલ દ્વારા દેશના વિવિધ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી. તપાસના અંતે ધમકી ખોટી સાબિત થઈરહી છે. પરંતુ સુરક્ષા તંત્ર ધમકીને અવગણી શકે નહીં.

Most Popular

To Top