અમદાવાદ: અમદાવાદ (Ahmadabad)ના શિવરંજની ચાર રસ્તા પાસે એક કાર ફૂટપાથ (Footpath) પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત (woman death)નીપજ્યું છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત (badly injured) થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા (Hospitalized) છે. જો કે અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
મળતી વિગત મુજબ શિવરજની ચાર રસ્તા પાસે વિમા નગર સોસાયટીના ફૂટપાથ પર રહેતા એક જ પરિવારના ચાર સભ્યો ગઇકાલે મોડી રાત્રે ફૂટપાથ પર ઊંઘી રહ્યા હતા, દરમિયાન પૂરઝડપે જઇ રહેલી કાર ફૂટપાથ પર ચડી જતા પરિવારના ચાર સભ્યો ગંભીરપણે ઘાયલ થયા હતા. ઘટનામાં બાબુભાઈ ભાભોર તેમના પત્ની સતુબેન તથા બે દીકરા વિક્રમ અને જેતન ગંભીરપણે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જોકે સતુબેનને માથામાં ગંભીર ઈજા હોવાથી તેમનું મોત નિપજ્યું હતું. જયારે બાબુભાઈ અને જે તમને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા..
બીજી તરફ અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોનું માનીએ તો કારમાં એ સમયે ચાર લોકો બેઠા હતા, એવું જાણવા મળ્યું છે કે બંને કાર વચ્ચે રેસ લાગી હતી. અને એ સમય એક કાર ફૂટપાથ પર ફરી વળી અને ત્યાં સૂતેલા લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. સમગ્ર બનાવમાં મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવમાં સામેલ કોણ હતા તેમને શોધવા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જો કે ગઈકાલના હિટ એન્ડ રન બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને પોલીસની કામગીરી પર જનતાનો રોષ ભભૂકી રહ્યો છે. કારણ કે હાલમાં સમગ્ર ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા પછી રાત્રિ કર્ફ્યૂ લાગી જાય છે અને આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો છે. તો શું મોટા ઘરના નબીરાઓ માટે રાત્રિ કર્ફ્યૂનો નિયમ લાગુ નથી પડતો?.
શું એકપણ જગ્યાએ આ બન્ને કારને રોકવામાં આવી નહોતી?. એક તરફ, રાત્રિ કર્ફ્યૂના નિયમનો ભંગ કરનાર પાસેથી પોલીસ મસમોટો દંડ વસૂલે છે. બીજી તરફ, આવા લોકો બેખોફ આખી રાત પૂરપાટ વાહનો લઈ રખડતા હોય છે, તો આ બાબતે તમામ સિગ્નલો પર તહેનાત પોલીસ કેમ આંખો બંધ કરી લે છે. અને હાલ લોકોમાં આ પ્રકારની ઉગ્ર ચર્ચાઓએ જોર પકડ્યું છે.