Charchapatra

અહિંસા આપણી સંસ્કૃતિ છે તો આ હિંસા કેમ?

સિરિયા, અફઘાનિસ્તાન કે પાકિસ્તાનનાં બાળકોને તેમનાં માતા-પિતા સાજી બંદૂક કે પિસ્તોલ રમકડાની જગ્યાએ રમવા આપે એ સમજી શકાય તેમ છે. તેમને યેનકેન પ્રકારે વિશ્વમાં ઈસ્લામ ધર્મનો ફેલાવો કરવો છે. આપણે સાતસો વર્ષ ઈસ્લામિક શાસનમાંથી પસાર થયેલ છીએ. આજની તારીખે પણ શાંતિ નથી. હાલમાં ભારતમાં હિન્દુ કુટુંબનાં બાળકોને પરંપરાશમત રમકડાનાં બદલે સાચુકલાં જેવી બંદૂકો અને પિસ્તોલ જેવા રમકડા રમવા આપીને આપણે તેમનામાં હિંસક માનસિકતા પેદા કરવામાં જાણે અજાણે ભાગ ભજવીએ છીએ. અહીંસાને વરેલી આપણી સંસ્કૃતિમાં આ બરાબર નથી. આજની ફિલ્મો અને મોબાઈલની રમતોમાં પણ બંદૂકથી મારી નાંખવાના દૃશ્યો સામાન્ય છે. સમય આવે તેનો અમલ કરવાના કિસ્સાઓ આપણે છાપાઓમાં અવાર-નવાર વાંચીએ છીએ.

હમણાંજ સોળ વર્ષના ફોજી છોકરાએ તેની સગી માને ફોજી પિતાની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરી. કારણ તેની માં મોબાઈલમાં ‘પબજી’ રમત રમવા દેતી નહોતી. આવી નજીવી બાબતમાં સગી માની હત્યાં ક્યારે કરે ! જ્યારે તેનું માનસ ધીરે ધીરે આવી હિંસાની રમતો, ફિલ્મો અને આવા બનાવો આ દૃશ્ય જુએ છે ત્યારે આવી હિંસક માનસિકતાં સામાન્ય બાબતમાં ફેરવાય જાય છે. હા, પુખ્ત ઉમરનાં યુવાનોને સ્વબચાવ માટે શસ્ત્રોની તાલિમ આપવી આવશ્યક જ નહી જરૂરી પણ છે. પણ બાળ માનસમાં હિંસા પ્રેરિત સંસ્કારોથી દૂર રાખવા એ દરેક વાલીની ફરજ બની જાય છે જે લાંબાગાળે આપણા અને રાષ્ટ્રના લાભમાં જ છે.
ગાંધીનગર- ભગવાનભાઈ ગોહેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top