સુરત અવનવી વાગીઓ માટે ખૂબ પ્રખ્યાત છે. સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવામાં કાશીના મરણ વિશે તો કશું સ્પષ્ટ ન કહી શકાય, પણ સુરતનું જમણ હજુય ઓળખ મુજબનું જ છે. વિવિધ ટેસ્ટી વાનગીઓનો રસથાળ સુરતમાં જ જોવા મળે છે. તેમાં હવે આટલી બધી વાનગીઓમાં મોર પંખમાં એક પિચ્છુ સમાન સુરતી લોચો ઉમેરાયો. સુરતીઓમાં રવિવારની સવાર કદાચ લોચો ખાવાથી જ શરૂ થાય છે. સુરતની ઘારી, સુરતનો પોંક ઉપરાંત સુરતી લોચો દેશ-વિદેશ સુધી પહોંચી ગયો છે. સુરતમાંથી વિદેશ થયેલ લોકો ઇન્સ્ટન્ટ લોચોના પેકેટો લઇ જઇને પણ લોચોનો સ્વાદ માણે છે.
જયારે જયારે સેલીબ્રીટીઓનું સુરત આગમન થાય છે ત્યારે સુરતી લોચોનો ટેસ્ટ અચુક કરે જ છે અને લોચામાં પણ કેટલી બધી વેરાયટી હોય છે. બટર લોચો, સીઝવાન લોચો, ઇટાલીયન લોચો વિગેરે. જયાં જયાં ડેવલપીંગ એરીયા ઉભા થયા છે ત્યાં પહેલા લોચો ખમણની દુકાન પહેલી ખુલી જાય છે. વિદેશમાં ભલે લોચાનું વેચાણ ચાલુ થયું પરંતુ વિદેશથી આવનારાઓ સુરતનો સુરતી લોચો જ વખાણે છે. ગમે ત્યાંથી ફરીને આવીએ પણ જયારે સુરતનો લોચો ન ખાઇએ ત્યાં સુધી મન તૃપ્ત નથી થતું. માટે લોચો ખાઓ અને ખવડાવતા રહો. સુરતના જમણમાં લોચોનો એક અલગ જ પ્રભાવ જોવા મળ્યો. વાહ વાનગી સભર સુરત વાહ. સુરત – કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.