ગાંધીનગર : આજે અમદાવાદમાં (Ahmedabad) એલિસબ્રિજ ખાતે કોંગ્રેસના (Congress) કાર્યાલય ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકી (Bharat Singh Solanki) અંદર જઈ રહ્યાં હતા તે વખતે ટિકીટ માટે રજૂઆત કરવા આવેલા કેટલાંક કાર્યકરો પૈકી એક કાર્યકરે સોલંકી ઉપર શાહી ફેંકી હતી. જેના પગલે તપાસ દરમ્યાન પોલીસે એલિસબ્રિજ બેઠક પર કોંગ્રેસના દાવેદાર રશ્મિકાંત સુથારના દીકરા રોમીન સુથારની અટકાયત કરી લીધી હતી.રોમીન સુથારે મીડિયા સમક્ષ કહ્યું હતું કે મારા પિતાએ એલિસબ્રિજ મત વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસમાં કામ કર્યુ છે ત્યારે છેક છેલ્લી ઘડીયે મારા પિતાની ટિકીટ કાપવામાં આવી છે.
કોંગીના જ કાર્યકરની પોલીસે અટકાયત કરી લીધી
આ ટિકીટ ભરતસિંહ સોલંકીના કેહવાથી જ કાપવામાં આવી છે એટલે મેં તેમના પર શાહી ફેંકી હતી. તેનો મને કોઈ અફસોસ નથી. આમ ટિકીટની વહેંચણી થયા બાદ કોંગ્રેસમાં અંદરોઅંદર ડખા શરૂ થઇ ગયા છે. અનેક જગ્યા ઉપર પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોથી કાર્યકરો નારાજ છે. જો કે, દરેક જગ્યાએ ખૂલીને વિરોધ થઇ રહ્યો નથી. હવે બીજી યાદીમાં કોંગ્રેસ કોને કોને ટિકીટ ફાળવે છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.