અમદાવાદ: ઘણીવાર માતા-પિતા (Parents) પોતાના કામમાં એટલા વ્યસ્ત થઇ જતા હોય છે કે બાળક (child) શું કરતો હોય તેનો ખ્યાલ જ નથી હોતો. અમદાવાદથી (Ahmadabad) એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં માતા-પિતા વ્યસ્ત હતા અને તેમના ધ્યાન બહાર 7 વર્ષીય બાળક રમત-રમતમાં જ આશરે 14 જેટલા મેગ્નેટિક મણકા (Magnetic beads) ગળી ગયો હતો. જે બાદ અચાનક તેની તબિયત લથડતા હોસ્પિયલ (Hospital) લઇ જવામાં આવ્યો હતો. જો કે હાલ બાળક સ્વસ્થ છે.
નાન આંતરડામાં 14 જેટલા મેગ્નેટિક મણકાં ચોંટ્યા હતા
7 વર્ષીય બાળક બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતા પ્રેમજીભાઈ મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ અમદાવાદમાં કેટરિંગનું કામ કરે છે. એકાએક તેમના બાળકની તબિયત બગડી હતી. તેને પેટમાં સોજો આવતા, ગ્રીન કલરની ઉલ્ટીઓ શરૂ થઈ હતી, ત્યારબાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જે બાદ મેડિકલ તપાસમાં સામે આવ્યુ કે બાળક મેગ્નેટિક મણકા ગળી ગયો હતો. હોજરી પછી આવેલા નાના આંતરડામાં 14 જેટલા મેગ્નેટિક મણકા ચોંટી ગયા હતા. આ મણકા આંતરડામાં જુદી-જુદી જગ્યાએ ચોંટી ગયા જેના કારણે મણકાં પોતાની આકર્ષણ શકિતને કારણે એકબીજા તરફ આકર્ષાવા લાગ્યા હતા.
આકર્ષણને કારણે આંતરડામાં 7 કાણાં પડ્યા
નાન આંતરડાંમાં આવેલા મેગ્નેટિક મણકા જેમ જેમ શરીરમાં ગયા પછી એકબીજા સાથે ચોટતા ગયા અને પરિણામે આંતરડામાં 7 જેટલા કાણાં પડી ગયા હતા. જો કે અલગ અલગ જગ્યાએ 14 મેગ્નેટિક મણકા ચોંટેલા હોવાથી આપરેશન વખતે તમામ મણકાંઓને બહાર કાઢવા બે જગ્યાએ આંતરડા કાપવા પડયા હતા, તેમજ એક જગ્યાએ ઓપરેશન કરી ટાંકા લેવા પડ્યા હતા. જો કે બાળકને 10 એપ્રિલથી પેટ ફૂલી જવાની અને ઉલ્ટીની સમસ્યા શરૂ થઈ હતી, જે મુજબ મેગ્નેટિક મણકા આંતરડામાં અલગ અલગ જગ્યાએ ચોંટયા હતા. તે જોતા કદાચ બાળકે 10 – 15 દિવસમાં મેગ્નેટિક મણકા ગાળવાની શરૂઆત કરી હશે તેવો અંદાજ છે. એક્સ-રેમાં મણકાની લાઈન જેવું દેખાતું દ્રશ્ય મેગ્નેટના મણકા હશે એવો અમને ખ્યાલ પણ ન હતો.
આ ઓપરેશનમાં બાળકના જીવને જાખમ હતું. પરંતુ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા 3 કલાક ઓપરેશન કરવામાં આવ્યુ હતું. તેમજ સફળતાપૂર્વક બાળકનો જીવ બચાવવામાં આવ્યો. હાલ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને પોતાના ઘેર પાછો ફર્યો છે. આ ઓપરેશન ડોક્ટર્સ માટે ખૂબ મુશ્કેલ હતુ. કારણ કે 14 મણકાં એક સાથે બહાર કાઢવા જરૂરી હતું.