Madhya Gujarat

આગરવા પ્રા. શાળાના 3 તાલીમાર્થી શિક્ષકોએ 9 વિદ્યાર્થીને મારમાર્યો

ઠાસરા : ઠાસરા તાલુકાના આગરવા પ્રાથમિક શાળામાં શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળામાં આવેલા ત્રણ તાલીમાર્થી શિક્ષકોએ આઠ જેટલા વિદ્યાર્થીઓને લાકડી, લોખંડની ફુટપટ્ટીથી ઢોર માર્યા બાદ લાફા પણ ઝીંકી દીધા હતા. આ અંગે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. આગરા ગામના સુથારવાળા ફળીયામાં રહેતા જશુભાઈ સુકાભાઈ રાઠોડનો પુત્ર નિકુલ આગરા ગામની પ્રાથમિક શાળામાં ધો.8માં અભ્યાસ કરે છે, તે 21મી જુલાઇના રોજ સાંજના સાતેક વાગે ઘરે આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, અમારી શાળામાં ચારેક દિવસથી બે શિક્ષક ધનરાજસિંહ જે પ્રિન્સીપાલનો દિકરો છે તથા બીજા હર્ષીલ અને એક બહેન ત્રણેય શાળામાં ભણાવવા માટે નવા નવા આવ્યા છે અને તે બધા વિદ્યાર્થીઓને ખોટી રીતે લાકડાની દંડી, લોખંડની ફુટપટ્ટીથી માર માર કરે છે અને ગધેડાઓ તમને કશું આવડતું નથી અને લેશન લાવતા નથી. તમારા તાંટીયા તોડી નાંખીશું.

તેવી વાત કરે છે. આથી, જશુભાઈએ તેના પુત્રને જોતા તેના બરડા પર લાકડીના મારના નિશાન જોવા મળ્યાં હતાં. આ અંગે ગામમાં તપાસ કરતાં આ શિક્ષકોએ અન્ય બાળકોને પણ અસહ્ય મારમાર્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી વાલીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે વાલીઓનું ટોળું શનિવારે શાળાએ ધસી ગયું હતું. પરંતુ ત્રણેય તાલીમાર્થી શિક્ષકો નિકળી ગયાં હતાં. આથી, વાલીઓએ ડાકોર પોલીસ મથકે પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ હર્ષિલ, ધનરાજસિંહ અને તાલીમાર્થી શિક્ષિકા બહેન સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આચાર્યના પુત્રએ મારમારતા વિદ્યાર્થીના બરડા પર સોળ ઉપસી આવ્યાં
આગરવા ગામે પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓને ઢોર માર મારતા વાલીઓના ટોળા જમા થઈ ગયા હતાં. ગામમાં શિક્ષકો સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ તાલીમાર્થી શિક્ષકો આગરવા ગામે આવેલા છે, તેમાં મુખ્ય શિક્ષક હરિશસિંહના પુત્રએ નાના બાળકોને ઢોર માર મારતા તેમના બરડાના ભાગે સોરા પડી ગયા છે. આગરવા પ્રાથમિક સ્કૂલના શિક્ષકો જેવો ફરજ ઉપર હાજર હોવા છતાં ઢોર માર મારતા તે બાબતે બોલવા તૈયાર નથી. મુખ્ય શિક્ષક તેમના પુત્ર સહિત બીજા બે તાલીમાર્થી શિક્ષકોનો લઈને ખાનગી ગાડીમાં લઈને ક્યાં ભાગી ગયાં હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યો હતો.

શિક્ષકો ત્રણ દિવસથી વિદ્યાર્થીઓને મારમારવામાં આવતો હતો
આગરવા પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ દિવસથી તાલીમાર્થી શિક્ષકો શાળાના બાળકોને ભણાવવાના બદલે સતત મારમારતાં હોવાની ફરિયાદ ઉઠી છે. આથી, આગરવા પ્રાથમિક શાળાના વાલી તેમજ ગ્રામજનો ડાકોર પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ કરી ત્રણ શિક્ષકો વિરુદ્ધ ભગલા ભરી કડકમાં કડક સજા થાય તેવી આગરવા ગામના બાળકોના વાલી તેમજ ગ્રામજનોની અપેક્ષા છે. જોકે, આ ઘટનાને લઇ ગામમાં ભારે રોષની લાગણી જન્મી છે અને શિક્ષકો સામે કડક પગલા ભરવાની માગણી ઉઠી છે.

Most Popular

To Top