National

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં અગ્નિવીર શહીદ, 2 સૈનિકો ઘાયલ

શુક્રવારે (25 જુલાઈ) જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં અગ્નિવીરનો એક જવાન શહીદ થયો હતો અને બે અન્ય ઘાયલ થયા હતા. અગ્નિવીર લલિત કુમાર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનો રહેવાસી હતો.

અધિકારીઓએ જણાવ્યું કે કૃષ્ણા ખીણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લેન્ડમાઇન વિસ્ફોટ થયો જેમાં અગ્નિવીરનો એક જવાન મૃત્યુ પામ્યો અને બે અન્ય ઘાયલ થયા. વિસ્ફોટમાં સિપાહી લલિત કુમાર શહીદ થયા જ્યારે નાયબ સુબેદાર હરિ રામ અને હવાલદાર ગજેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

જૂના લેન્ડમાઇનમાં વિસ્ફોટ થયો’
સેનાએ આ હુમલામાં TRF એંગલનો ઇનકાર કર્યો છે. સેનાના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ પૂંચના એક આંતરિક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જૂની લેન્ડમાઇનમાં થયો હતો. ઘાયલોમાં એક JCO છે જેમને લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

વ્હાઇટ નાઈટ કોર્પ્સે ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “જીઓસી વ્હાઇટ નાઈટ કોર્પ્સ અને તમામ રેન્ક 7 જાટ રેજિમેન્ટના અગ્નિવીર લલિત કુમારને શ્રદ્ધાંજલિ આપે છે જેમણે કૃષ્ણા ઘાટી બ્રિગેડના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે લેન્ડમાઈન વિસ્ફોટમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.” તેમાં ઉમેર્યું હતું કે, “આ દુઃખની ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભા છીએ.”

Most Popular

To Top