સામાન્ય રીતે આ દુનિયા (world) માં કેટલીક એવી વસ્તુઓ છે જે તમે દુનિયાને કહી શકો કે ન પણ કહી શકો, પરંતુ કેટલાક માધ્યમથી દુનિયાને તેના વિશે જાણવા મળે છે. ભારત (India) પાસે પણ આવી ઘણી વસ્તુઓ હોય શકે છે.
અહીં વાત થઇ રહી છે ભારતની અગ્નિ-વી મિસાઈલ (Agni V missile)ની. જી હા આ મિસાઈલના પરીક્ષણ (Test)ના નામ માત્રથી દુશમન દેશ (China)ના હોશ ઉડી ગયા છે. ભારતની અગ્નિ-વી મિસાઈલની શક્તિ જોયા પછી, ચીની દેશ એટલો નર્વસ છે કે તેણે શાંતિ તરફ વળવા અને હળવા પ્રસ્તાવ સાથે વાત કરવાની શરૂ કરી દીધી છે. આ સાથે, ચીને પોતાના અસલ અંદાજમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના શાસનને ટાંકવાનું પણ શરૂ કર્યું છે. તો શું છે આ પાછળના મુખ્ય કારણો ચાલો તમને જણાવીએ આખો મામલો.
આવી રહી છે અગ્નિ- V મિસાઈલ, જી હા 5000 કિલોમીટરની રેન્જ ધરાવતી અગ્નિ-વી મિસાઇલનું 23 સપ્ટેમ્બરે પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે. આ મિસાઇલ ચીનની રાજધાની બેજિંગ સહિત આફ્રિકા અને યુરોપના ભાગો સહિત તમામ એશિયન દેશોમાં ઘૂસવા સક્ષમ છે. DRDO દ્વારા વિકસિત 17 મીટર લાંબી અને 2 મીટર પહોળી મિસાઇલ 1.5 ટનનું પેલોડ લઇ શકે છે. તેનું વજન લગભગ 50 ટન છે. અમેરિકા, યુકે, રશિયા, ચીન, ફ્રાન્સ, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા પછી ભારત આઠમો દેશ છે જે આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ ધરાવે છે. અગ્નિ I, II, III અને IV આર્મીમાં પહેલેથી જ કાર્યરત છે. ત્યારે ભારતીય સેનામાં વધુ એક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે, જેનું પરીક્ષણ માત્ર ચીન સહિતના દુશમન દેશો માટે અણુ અખતરા સમાન સાબિત થઇ પડશે.
ચીને યુએનમાં નિયમો સમજાવવાનું શરૂ કર્યું
ચીનના વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ 1172 ને ટાંકીને અગ્નિ-વી મિસાઈલનું પરીક્ષણ કરવાની યોજના વિશે કહ્યું છે કે તે અપેક્ષા રાખે છે કે ભારત સહિત દક્ષિણ એશિયાના તમામ દેશો આ ક્ષેત્રમાં શાંતિ અને અસ્થિરતા જાળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે. તમને જણાવી દઈએ કે આ ઠરાવ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રએ 1998 માં ભારતના પરમાણુ બોમ્બ પરીક્ષણોની નિંદા કરી હતી અને આગળના પરીક્ષણોમાં ભાગ લેવાનું ટાળવાનું પણ કહ્યું હતું.