Gujarat

માંડવીમાં ટાંકી તૂટવાની ઘટનામાં એજન્સીને 1.04 કરોડનો દંડ

ગાંધીનગર : રાજ્યમાં છેવાડાના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા છેલ્લા ૨૫ વર્ષમાં ૨૦ હજારથી વધુ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ગાય પગલાં સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનામાં ૩૪ ગામોને પાણી પહોંચાડવા માટે રૂ.૨૪ કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે.

પટેલે જણાવ્યું હતું કે સુરત જિલ્લાના તાડકેશ્વર ગામે હરિયાળ સબ હેડવર્ક્સ ખાતે ૯ લાખ લિટર ક્ષમતાની નવી પાણીની ટાંકી પરીક્ષણ દરમિયાન ધરાશાયી થઈ હતી. આ ટાંકી માટે રૂ.૯૪.૮૪ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા અને એજન્સીને રૂ.૮૩.૪૫ લાખ ચૂકવવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રાજ્ય સરકારે એજન્સી પાસેથી રૂ.૧.૦૪ કરોડની રકમ પરત વસૂલ કરી છે તથા એજન્સી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ ઘટનામાં કસૂરવાર અધિકારીઓને ફરજમાંથી મોકૂફ કરવામાં આવ્યા છે અને સંબંધિત આરોપીઓ હાલ જેલ હવાલે છે. સાથે જ એજન્સીના અન્ય કામોની પણ કડક સ્થળ તપાસ કરવામાં આવી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.તેમણે કહયું હતું કે વિસ્તારના નાગરિકોને પાણી પુરવઠામાં અડચણ ન આવે તે માટે આ જ સ્થળે તાત્કાલિક નવી પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવશે.

Most Popular

To Top