Vadodara

દબાણો મુદ્દે કોર્પોરેટરની સામે ફ્રૂટના વેપારીઓનો સખત વિરોધ

વડોદરા: છેલ્લા એક સપ્તાહથી ખંડેરાવ માર્કેટના ફ્રૂટના વેપારીઓના રોડ ઉપરના દબાણ દૂર કરવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપના મહિલા કાઉન્સિલર અને ભાજપના મહિલા સંગઠન મંત્રી વચ્ચે દબાણો દૂર કરવા અને દબાણો દૂર ન કરવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે. સોમવારે દૂર કરાવેેલા દબાણોના વિરોધમાં સિંધી સમાજના પોતાની દુકાનો જડબેસલાક બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો.વેપારી પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે ફ્રુટ માર્કેટના બધા સમાજના લોકો વેપાર કરે છે. સિંધી સમાજે મીટિંગ કરી તેમાં અમને બોલાવ્યા ન હતા. જે પણ એમણે નિર્ણય લીધો તેનાથી અમે અજાણ છે. વેપારીનો કોઈ ધર્મ હોતો નથી અને એક તરફી સમાજ પણ લઈ ગયા એ તદ્દન ખોટી વાત છે. અમે માર્કેટ બંધ થવા નહીં કરીએ.

મહાનગરપાલિકા ખાતે વેપારીએ રજૂઆત  મેયર કેયુર રોકડિયાને કરી હતી. મેયર સાથે મીટીંગ કર્યા બાદ સમાધાન થઈ ગયું હતું અને દુકાનો ખોલવા માટે અને પોલીસ ફરિયાદ પણ પાછી લેવા વેપારીઓ તૈયાર થઈ ગયા હતા. જોકે ઘીના ઠામમાં ઘી ઢળ્યું રહ્યું હતું. મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે વેપારીઓ સાથે મીંટીંગ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા એમને હેરાનગતિ કરવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી કે આગામી સમયમાં સમાજ કે વેપારીઓને હેરાનગતિ કરવામાં નહીં આવે. પરંતુ રસ્તાના દબાણો દૂર કરાશે. કોર્પોરેટર સાથે વાતચીત કરીને પૂછપરછ કરાશે. પબ્લિકની રજૂઆતો કોર્પોરેટર સંગઠન સાથે નક્કી કરીને ધ્યાનમાં લેવાશે. કોર્પોરેટર જાગૃતિ કાકાએ જણાવ્યું હતું કે સિંધી સમાજના વેપારીને કોના ઇશારે ઉશ્કેરવામાં આવ્યા છે. હપ્તા કોઈ લેતું નથી અને લારીઓ પાસે હપ્તા લેવાતા નથી. કોર્પોરેશનનું તંત્ર તેમનું કામ કરશે રસ્તા પરના દબાણો હશે તે ખુલ્લા પણ કરાશે. આ વિસ્તારના નાગરિકોની રજૂઆતને લઈને દબાણ હટાવવાની કામગીરી કરાઇ હતી. એ કામગીરીથી નાગરિકો ખુશ છે. દબાણ હટાવાશે પણ લોકોને તકલીફ પડે તેવી કામગીરી નહી કરાઇ.

Most Popular

To Top