(ફોટો પ્રતીકાત્મક છે.)
ગઈકાલે ગાલેથી ૫૦ નોટિકલ માઇલ દૂર, ખુલ્લા સમુદ્રમાં, યુએસ વર્જિનિયા-ક્લાસ SSN સબમરીન દ્વારા ઇરાની કોર્વેટ Iris Denaને જળસમાધિ આપવામાં આવી. એ પછી હવે બધાની નજર ઇરાની લશ્કરી ટેન્કર ‘Busheir’ પર છે. Busheir કોલંબો બંદરના બાહ્ય એન્કરેજથી ૧૦ નોટિકલ માઇલ દૂર લંગરાયેલ છે. Busheir શ્રીલંકન જળવિસ્તારમાં ખૂબ અંદર છે. એટલે Iris Denaની સરખામણીએ એ વધુ સુરક્ષિત મનાય છે. પણ અમેરિકન નેવી વિશેષ ઓપરેશન અમલમાં મૂકીને Busheir ઉપર પણ હુમલો કરે એ શક્યુંતા નકારી શકાય એમ નથી.
આ દરમિયાન બીજો એક મુદ્દો ઈરાનના જહાજને ડૂબાડવા માટે ભારતીય પોર્ટના સંભવિત ઉપયોગ અંગેનો છે. એક ભૂતપૂર્વ અમેરિકી સૈન્ય અધિકારીએ એવો દાવો કર્યો હતો કે ભારતથી રવાના થયેલ ઈરાનીયન શિપ Iris Dena પર હુમલો કરીને એને ડુબાડી દેવા માટે અમેરિકી નૌકાદળે ભારતીય બંદરનો ઉપયોગ કર્યો છે. ભારત વિશેનો આ દાવો એક વાયરલ વીડિયોમાંથી આવ્યો છે જેમાં ભૂતપૂર્વ યુએસ લશ્કરી અધિકારી ડગ્લાસ મેકગ્રેગરે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે યુએસ નૌકાદળને ભારત અને ભારતીય બંદરો પર આધાર રાખવો પડી રહ્યો છે.
આ મુદ્દે ભારતનો પ્રતિભાવ શું હતો?
ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને ખોટા ગણાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર MEA ના ફેક્ટ-ચેકિંગ એકાઉન્ટે લખ્યું છે કે, “અમે આવા પાયાવિહોણા અને બનાવટી નિવેદનો સામે ચેતવણી આપીએ છીએ.” ભારતે સ્પષ્ટ કર્યું કે આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી.