Dakshin Gujarat

નર્મદા ડેમની સપાટી મહત્તમ 153.93 મીટરને સ્પર્શ કર્યા બાદ સપાટીમાં સતત ઘટાડો

નર્મદા ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદનાં પગલે પાણીની આવક ૨ લાખ ક્યુસેકથી ઘટી માત્ર ૯૬ હજાર થઈ જતા મંગળવારે બપોરે ૩ વાગ્યે સપાટી ઘટીને ૧૩૫.૬૦ મીટર થઇ ગઈ છે. સરદાર સરોવરના ઉપરવાસમાંથી સોમવારે રાત્રે પાણીની આવક ૨ લાખ ક્યુસેકથી ઘટવા લાગી હતી. જેને લઈ દર કલાકે વધતી સપાટીમાં એક થી બે સેમીનો ઘટાડો શરૂ થઈ ગયો છે.

ડેમની મહત્તમ સપાટી રાત્રે ૧૦ વાગ્યે ૧૩૫.૯૩ મીટર નોંધાઈ હતી. જે મંગળવારે બપોરે ૩ વાગ્યે પણ ઘટીને ૧૩૫.૬૦ મીટરે પોહચી હતી. ઉપરવાસમાંથી પાણીની આવક માત્ર ૯૬૪૧૫ ક્યુસેક થઈ ગઈ છે. જેની સામે ડેમના દરવાજા અને RBPH દ્વારા ૧.૩૪ લાખ ક્યુસેક તેમજ કેનાલમાં ૨૨૩૫૯ ક્યુસેક પાણી ઠલવાતું હોવાથી ડેમના જળસ્તર નીચે ઉતરી રહ્યાં છે.

ભરૂચમાં ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી મહત્તમ ૧૩.૧૨ ફૂટે પહોચી હતી. હાલ ૧૩ ફૂટ રહેલી સપાટીમાં રાત સુધી વધુ ઘટાડો થશે. ઉપરવાસનું પાણી ઘટતા ભરૂચ જીલ્લા સહીત ત્રણેય જીલ્લાના કાંઠા વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top