મુંબઈ: મૂંબઈમાં (Mumbai) લાઈવ પરફોર્મન્સ (Live performance) બાદ સિંગર સોનુ નિગમ (Singer Sonu Nigam) સાથે ધક્કા-મુક્કીનો બનાવ બન્યો હતો. આ સમગ્ર ઘટનામાં તેમના નજીકના મિત્ર રબ્બાની ખાનને ઈજા (Injured) પહોંચી હતી. ધક્કા મુક્કીના આરોપમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના ધારાસભ્યના પુત્ર પર છે. જેની સામે સોનુ નિગમે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. આ સાથે જ આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સેલ્ફી લેવા માટે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી.
સોનુ નિગમે આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી
મુંબઈના ચેમ્બુરમાં લાઈવ પરફોર્મન્સ બાદ સોનુ નિગમ બહાર આવતાની સાથે જ સીડી પરથી નીચે ઉતરતી વખતે ધક્કા-મુક્કીની ઘટના બની હતી. આ સમગ્ર મામલે સોનુ નિગમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સોનુ નિગમે કહ્યું કે કોઈ ધક્કા-મુક્કી થઈ નથી. તેમણે કહ્યું કે મેં ફરિયાદ નોંધાવી છે કારણ કે લોકોએ વિચારવું જોઈએ કે જ્યારે તમે કોઈને જબરસ્તી ફોટો-સેલ્ફી લેવા માટે કહો છે, અને ત્યાર બાદ એરોગ્નસ અને ધક્કા-મુક્કી જેવી ઘટનાઓ બને છે.
સોનુ નિગમે કહ્યું કે મને સેલ્ફી લેવાનું કહેવામાં આવ્યું હતું. ના પાડવા પર સામેની વ્યક્તિએ મને પકડી લીધો હતો. ત્યાર બાદમાં ખબર પડી કે તે ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરનો પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકર છે. મને બચાવવા મારા ખાસ મિત્ર હરિ પ્રસાદ વચ્ચે આવ્યો હતો, અને તેણે હરિને ધક્કો માર્યો હતો, ત્યાર બાદ તેણે મને પણ ધક્કો માર્યો હતો. આ કારણે હું નીચે પડી ગયો હતો. જ્યારે રબ્બાની મને બચાવવા આવ્યો ત્યારે તેને પણ ધક્કો મારવામાં આવ્યો હતો. અને તે જરાક માટે બચી ગયા નહીં તો તેમને ગંભીર ઈજાઓ પહોંચી શકતી હતી. એટલી ગંભીર ઈજાઓ કે જેમાં તેનો જીવ પણ જઈ શક્યો હોત. રબ્બાનીનું નસીબ સારું હતું કે નીચે લોખંડ નહોતું.
ચેમ્બુર ફેસ્ટિવલનું આયોજન કરનાર ધારાસભ્ય પ્રકાશ ફતરપેકરની પુત્રી સુપ્રદા ફટાર્પેકરે ટ્વીટ કરીને તેના પરિવાર અને આયોજકો વતી સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. તેમણે એક પછી એક ટ્વિટ કરીને આ મામલે સ્પષ્ટતા આપી છે. તેણીએ તેના ટ્વિટમાં લખ્યું કે ચેમ્બુર મહોત્સવના આયોજક તરીકે, હું આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે કેટલીક હકીકતો કહેવા માંગુ છું. તેણે લખ્યું કે, કાર્યક્રમ પૂરો થયા બાદ સોનુ નિગમને ઉતાવળમાં સ્ટેજ પરથી નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન મારા ભાઈએ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો.
સોનુ નિગમ સ્વસ્થ છે – સુપ્રદા
સુપ્રદાએ પોતાના ટ્વીટમાં આગળ લખ્યું- ‘ભીડને કારણે હંગામો અને નાસભાગ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન પડી ગયેલા વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તબીબી તપાસ બાદ તેને રજા આપવામાં આવી હતી. સોનુ નિગમ સ્વસ્થ છે. સંસ્થા વતી અમે આ અપ્રિય ઘટના માટે સોનુ નિગમ સર અને તેમની ટીમની સત્તાવાર રીતે માફી માંગી છે. તેમણે આગળ લખ્યું કે પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરો અને જેઓ આ મામલાને રાજનીતિ કરે છે.
શું છે સમગ્ર મામલો?
સોનુ નિગમ 20 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલના ફિનાલેમાં પરફોર્મ કરી રહ્યો હતો. આ દરમિયાન ધારાસભ્યના પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકરે સોનુના મેનેજર સાયરા સાથે ગેરવર્તણૂક શરૂ કરી હતી અને તેમને સ્ટેજ છોડી જવા કહ્યું હતું. જ્યારે સોનુ પરફોર્મ કરીને સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો ત્યારે ધારાસભ્યના પુત્રએ સેલ્ફી લેવાનું કહ્યું હતું. જેના માટે સોનુ નિગમેના પાડી હતી. ગુસ્સામાં સ્વપનીલ ફાટેરપેકરે પહેલા સોનુ નિગમના બોડીગાર્ડ હરીને ધક્કો માર્યો અને પછી સોનુ નિગમને પણ ધક્કો માર્યો હતો. આ કાર્યક્રમમાં સોનુ નિગમના ઉસ્તાદના પુત્ર રબ્બાની ખાન પણ હાજર રહ્યા હતા. આ ધક્કા-મુક્કીમાં તે સ્ટેજ પરથી નીચે પડી ગયો હતો. જેના કારણે તેને ઘણી ઈજા થઈ હતી.
તેમને તાત્કાલિક ચેમ્બુરની ઝેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે સોનુ નિગમને કોઈ ઈજા થઈ નથી. તેઓ સુરક્ષિત છે. આ કેસ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ડીસીપી હેમરાજ રાજપૂતે જણાવ્યું હતું કે સોનુ નિગમની ફરિયાદને પગલે સ્વપ્નિલ ફાટેરપેકર વિરુદ્ધ આઈપીસીની કલમ 341, 337, 323 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.