SURAT

સુરતમાં અચાનક લિફ્ટ બંધ થઈ પછી ફૂલસ્પીડમાં ઉપરના માળે અથડાઈ, માથું છુંદાઈ જતાં યુવકનું મોત

સુરત : વેસુ વિસ્તારમાં ગતરોજ મોડી સાંજે બનેલા એક બનાવમાં નવી બંધાતી બિલ્ડિંગની ગુડ્સ લીફ્ટ પહેલા ખરાબ થઈ હતી ત્યારબાદ અચાનક શરૂ થઈ જતા તેમાં બેસેલા મજુરનું માથું દબાઈ જતા મોત નિપજ્યું હતું. તેની સાથેના મજુરને ઇજા થઈ હતી.

વેસુ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગની લીફ્ટની ઘટનામાં અન્ય મજુરને ઇજા પહોંચી

ગુડ્સ લીફ્ટ ખરાબ થઈ ગયા બાદ અચાનક શરૂ થઈ જતા મજુરનું માથું છુંદાઇ ગયું

વેસુ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ પશ્ચિમ બંગાળનો શંભુ સુદર્શન બાબરી (22) હાલમાં સુરતમાં રહેતો હતો. તે કોન્ટ્રાક્ટ હેઠળ બાંધકામ સાઈટ પર કામ કરતો હતો. હાલમાં તે વેસુમાં રઘુવીર સત્વ નામની નવી બંધાતી બિલ્ડિંગમાં કામ કરતો અને ત્યાં જ મજુરોની વસાહતમાં રહેતો હતો.

અપરિણીત શંભુ અહીં તેના હમવતનીઓની સાથે રહેતો હતો. ગતરોજ સાંજે તે રઘુવીર સત્વ નામની બિલ્ડિંગમાં કામ કરતો હતો. ત્યારે સામાન ઉપરના માળે ચઢાવવાનો હોવાથી સામાન માટેની લીફ્ટ (ગુડ્સ લીફ્ટ)માં સામાનની સાથે તે અને અન્ય એક મજુર જતા હતા. થોડી ઉપર ગયા બાદ લીફ્ટ અચાનક ખરાબ થઈ જતા તેઓ થોડા સમય સુધી લીફ્ટમાં હતા.

ત્યારબાદ લીફ્ટ અચાનક શરૂ થઈ પુરઝડપે ઉપરના માળે પહોંચી ગઈ. ત્યાં શુંભ કાંઈ સમજ્યો ન હતો. સૌથી ઉપરના ભાગે લીફ્ટ અથડાઈ ત્યારે શંભુનું માથું તેમાં દબાઈ ગયું હતું. તેની સાથેના મજુરને ઇજા થઈ હતી. શંભુને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુડ્સ લીફ્ટ હતી તેમાં મજુરોને પણ ઉપર લઈ જવાતા હતા. તેમાં લીફ્ટ પણ ખરાબ હતી તેના કારણે આ બનાવમાં મજુરે જીવ ગુમાવ્યો છે. વેસુ પોલીસે માત્ર અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top