૧૨ જૂન, ૨૦૨૫ની બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઊડેલી ફ્લાઇટ નં.એઆઇ ૧૭૧ રન-વે પરથી હવામાં ઊંચકાઈ તેની ગણતરીની સેકંડોમાં જ ક્રેશ થઈ. પોતાની ડ્યૂટી કરીને થાક્યાંપાક્યાં બપોરનું ભોજન લેવા આવેલ ડૉક્ટરો હજુ તો થાળી ઉપર બેઠાં હતાં ત્યાં જ એમની હૉસ્ટેલ ઉપર આ વિમાન તૂટી પડ્યું. આખા વાતાવરણમાં ગમગીની અને અરેરાટી પ્રસરી ગઈ.
આ સમગ્ર ઘટના સામે પણ સખત આક્રોશ ઊભો થયો. આ બધું ચાલ્યું એમાં કેટલીક સનસનીખેજ વિગતો પણ બહાર આવી. સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ભારતનું સાતમું સૌથી મોટું હવાઈ મથક છે. ૧૨ જૂન, ૨૦૨૫ની એર ઇન્ડિયાની લંડન ફ્લાઇટ ક્રેશ થઈ ત્યાર બાદ એ કેટલું સલામત છે, તે અંગેની ચર્ચા વખતોવખત માધ્યમોમાં થતી રહી. એક માહિતી મુજબ અમદાવાદમાં એ૨પોર્ટના રન-વેના રસ્તામાં આવે એવી ૩૩૩ ઇમારતોમાંથી ઘણી બધી એમનું મૂળ લૉકેશન દૂરનું બતાવી મંજૂર થયા બાદ એરપોર્ટની નજીક તાણી બાંધવામાં આવી છે.
આવી ૩૩૩ ઇમારતો, ટાવર, વૃક્ષો, વિમાનને ઉતરવા અને ચઢવામાં નડતરરૂપ છે. અમદાવાદની મેડિસિટી અને સિવિલ હૉસ્પિટલની હૉસ્ટેલ, જ્યાં વિમાન તૂટી પડ્યું હતું તે વિમાનોના ઉડ્ડયન બાદ તરતની જ ૭ મીટરની ઊંચાઈ ધરાવતી ઇમારત છે. એક જમાનામાં કુબેરનગર ખાતે આવેલું આ એરપોર્ટ અને એની આજુબાજુનો વિસ્તાર, જ્યાં આજે વિકાસના નામે અનેક બહુમાળી મકાનો આવેલાં છે તે આવનાર સમયમાં હજુ પણ વધુ જોખમી બને અને અકસ્માતોનું કારણ બને એવી સંભાવના પ્રબળ છે.
વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલના જણાવ્યા મુજબ એક સ્થાનિક નાગરિક વિશ્વાસ ભાંભરકર એકલવીર બનીને બિલ્ડરો તેમજ મહાનગરપાલિકા અને હવાઈમથકના સત્તામંડળ સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. એમનો મુખ્ય મુદ્દો એ છે કે, ઘણા બધા બિલ્ડરોએ અમદાવાદ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ સમક્ષ અલગ અલગ પ્લાન મૂકીને મંજૂર કરાવ્યા છે, જેમાં એરપોર્ટ ઓથોરિટી મુજબ અક્ષાંશ-રેખાંશ પ્રમાણે મુકાયેલા નકશાઓમાંથી કરવામાં આવેલી રજૂઆતો મુજબ ૧૫૦ બિલ્ડિંગમાં ખોટા નકશા મૂકીને મંજૂરી મેળવવામાં આવી છે.
એરપોર્ટ ઓથોરિટી સામે જેનો નકશો મુકાય તે સ્થળના બદલે બીજા સ્થળે બિલ્ડિંગ બનાવી દેવામાં આવે છે. કરવામાં આવેલા આક્ષેપ મુજબ બિલ્ડિંગ બોપલમાં બાંધવાનું છે એવું બતાવી એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી લેવાય છે અને અમદાવાદ હવાઈ મથકની આજુબાજુ બધા નિયમો નેવે મૂકીને આવું બિલ્ડિંગ બાંધી દેવામાં આવે છે! બિલ્ડરો, સત્તાવાળાઓ અને રાજકીય નેતાઓની મીલીભગતને પરિણામે આમાં આગળ કોઈ કાર્યવાહી થતી નથી. ગુજરાતના એરપોર્ટનો ટ્રાફિક પણ નાનોસૂનો નથી. ગુજરાત અને બ્રિટન વચ્ચે વર્ષે અમદાવાદ-હિથો એરરૂટ પર દસ લાખ લોકો મુસાફરી કરે છે.
હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરત શહેરના કેન્દ્રથી ૧૨ કિ.મી. દૂર મગદલ્લા ખાતે સ્થિત છે. ગુજરાતના અમદાવાદ બાદ એ બીજા નંબરનું કાર્યરત એરપોર્ટ છે અને ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, જેનો ખ્યાલ નીચેની વિગતો પરથી આવશે. આ આંકડા એપ્રિલ, ૨૦૨૪થી માર્ચ, ૨૦૨૫ સુધીના વર્ષ દરમિયાનનાં છે. આ સમયગાળા દરમિયાન સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપરથી ૧૭,૨૪,૮૨૧ મુસાફરોએ મુસાફરી કરી, જે આગલા વર્ષના આ જ સમયગાળા કરતાં ૨૪.૯ ટકાનો વધારો દર્શાવે છે. ફ્લાઇટની સંખ્યા આ સમયગાળા દરમિયાન ૧૬,૬૩૧ હતી, જે અગાઉના વર્ષ કરતાં ૧૧.૩ ટકાનો વધારો દર્શાવે છે. કાર્ગોટનેજ ૬૮૮૫ જે અગાઉના વર્ષ કરતાં ૧૬.૧ ટકાનો વધારો દર્શાવે છે.
સુરતને આ એરપોર્ટ મેળવવા માટે ખૂબ જ લાંબી મથામણ કરવી પડી હતી, જેમાં ગુજરાત સ૨કા૨થી માંડી સુરત મ્યુનિ. કોર્પોરેશન, સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સની અમુક સંસ્થાઓનો ફાળો છે. આજે આ એરપોર્ટ પણ આજુબાજુ આવેલાં ઊંચાં મકાનોથી માંડી રન-વે નીચેથી પસાર થતી ગટરલાઇન, ઓએનજીસીની પાઇપલાઇન તેમજ આજુબાજુની સરકારી જમીનો પર ગેરકાયદે ફૂલ્યાંફાલ્યાં છે એ ઝીંગા તળાવોને કારણે ત્યાં આકાશમાંથી આવતાં મોટાં શિકારી પક્ષીઓ વગેરેને કારણે સલામતી સામે અનેક પ્રકારનાં જોખમો અનુભવે છે. અત્યારનાં હયાત મકાનોમાંથી પણ કેટલાંકનાં બે કે ત્રણ માળ તોડી પાડવાં પડે તેવી સ્થિતિ છે.
થોડું ડાયવર્ઝન આપીને માંડ માંડ ૨૯૦૫ મીટરનો રન-વે બનાવવામાં આવ્યો છે, જેને લંબાવવાનો છે, તે સામે પણ અનેક પ્રશ્નો છે. ઓએનજીસી પાઇપલાઇન હટાવવાની અથવા એના ઉપર બૉક્ષકલવર્ટ બાંધવાની ઘસીને ના પાડે છે. પક્ષીઓને ભગાડવા જે કામગીરી કરવામાં આવે છે તે ગૅસગનમાંથી ઊડેલા તણખાને કારણે એરપોર્ટના એક છેડે રન-વેની બાજુમાં આગ લાગી હતી, જેને કારણે કેટલીક ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ૯ જૂન, ૨૦૧૮ના રોજ કસ્ટમ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને ૧૫ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ એને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો છે.
વળી પાછા સુરત એરપોર્ટની વાત પર આવીએ તો ૨૦૧૭-૧૮માં બંધાયેલા ૪૩ જેટલા પ્રોજેક્ટને વિમાનો માટે નડતરરૂપ તેમજ જોખમી ગણી એરપોર્ટસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નોટિસ આપીને નડતરરૂપ ભાગ તોડી પાડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત રાજ્યની હાઈકોર્ટમાં વિવિધ જાહેર મુદ્દાઓનું પ્રતિનિધિત્વ કરતી ૨૫થી વધુ પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન દાખલ કરવામાં આવી છે. આમ, સુરત એરપોર્ટ પર રન-વે લંબાવવાનું કામ તો પ્રાથમિકતા માગી જ લે છે પણ એ સિવાય સલામતીની આડે આવતાં હાઈરાઇઝ બિલ્ડિંગો અને બર્ડહીટ, ઓએનજીસી પાઇપલાઇન, રન-વેની નીચેથી પસાર થતી ગટર લાઈન વગેરે અનેક બાબતો તાત્કાલિક અસરથી ધ્યાન માગી લે છે. અમદાવાદ એરપોર્ટની ઘટના બાદ નામદાર હાઈકોર્ટે પણ એની પાસે પડતર ૨૫ જેટલી પીઆઈએલને એકજૂથ કરી એનો ઝડપથી નિકાલ થાય અને એરપોર્ટની સલામતી આડે આવતી કોઈ પણ બાબત હોય તે અંગે સ્પષ્ટ નિર્દેશ અપાય તો ઉપકારક બની રહે એવું માનવું છે. જરૂર લાગે તો આ માટે ખાસ બૅન્ચનું ગઠન કરી આ બાબતની સતત સુનાવણી હાથ ધરી આ દિશામાં ઝડપથી કાર્યવાહી થાય તે જરૂરી છે. સામાન્ય રીતે આવી બધી દુર્ઘટનાઓમાં તપાસ સમિતિઓ નિમાતી હોય છે અને એનો અહેવાલ આવે ત્યાં સુધી તો બીજા અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા હોય છે.
આપણે ઇચ્છીએ કે, સુરત એરપોર્ટને લગતી સલામતી અંગેની બાબતોએ એરપોર્ટસ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી નોટિસો સંદર્ભે જે કાંઈ રાજ્ય સરકારે અથવા સંબંધિત સત્તાવાળાઓએ કરવાનું હોય તે કામગીરી સત્વરે હાથ ધરાવી જોઈએ અને સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રી જેવી બધી જ સંસ્થાઓએ ભેગાં થઈ નામદાર હાઈકોર્ટ સમક્ષ ધા નાખવી જોઈએ કે, આ મુદ્દે કાનૂની પ્રક્રિયા ઝડપથી પૂરી થાય તે દિશામાં કાર્યવાહી થઈ જરૂરી નિર્દેશો પણ સંબંધિતોને આપવામાં આવે અને એનો યુદ્ધના ધોરણે અમલ થાય તે જોવું જોઈએ. આવું નહીં થાય તો ઇતિહાસ ફરી ફરીને પુનરાવર્તન પામે છે, તે ઉક્તિ તેમજ ‘ઇતિહાસનો મોટામાં મોટો બોધ એ છે કે માણસ તેમાંથી કાંઈ શીખતો નથી.’ બંને ઉક્તિઓ સાચી પડશે અને ત્યારે આપણી પાસે ફરી એક વાર અફસોસ અને અરેરાટી સિવાય બીજું કાંઈ જ નહીં હોય.
ડૉ.જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.