Vadodara

હિટ એન્ડ રનની ઘટના બાદ 17 વર્ષથી ધંધો કરતાં શ્રમજીવીઓના દબાણો તોડાયા

વડોદરા : મહાનગર પાલિકાના દબાણ શાખાની ટીમે ગતરોજ માજલપુર સન સિટી ખાતે ફૂટ પાથ પરથી લારી ગલ્લા હટાવવામાં આવ્યા હતા. જેને લઈને આજે લારી ધારકો એ પાલિકા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્રણ દિવસ અગાઉ માંજલપુરમાં હિટ એન્ડ રનની ઘટના બાદ માસૂમ બાળકનું મોત થતા પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું.

માજલપુર વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં સાત વર્ષના બાળકનો મોત નીપજ્યું હતું .ત્યારબાદ મહાનગરપાલિકાની દબાણ શાખા ની ટિમ એક્શનમાં આવી હતી. અને માજલપુર સન સીટી  સર્કલ પાસે આવેલા લારી ગલ્લાઓ ગતરોજ હટાવવામાં આવ્યા હતા અને ફુટ પાથ ખુલ્લો કરવામાં આવ્યો હતો.એને લઈને આજે લારી ધારકો એ સૂત્રોચ્ચાર સાથે પાલિકાને આ નીતિનો વિરોધ કર્યો હતો. અને સ્થાનિક કોર્પોરેટર કલ્પેશ પટેલ ને પણ રજૂઆત કરી હતી. લારી ધારક માલિનીબેન પંચાલે જણાવ્યું હતું કે હિટ એન્ડ રન ની જે ઘટના બની છે એ અમારા વિસ્તારથી ખૂબ દૂર ઘટના બને છે. છેલ્લા ૧૭ વર્ષથી અમે ફૂટપાથ પર લારી અને ગલ્લા લગાવ્યો છે. મહાનગરપાલિકામાં તેનો વહીવટી ચાર્જ પણ અમે ભરીએ છૅ. ગતરોજ પાલિકાની ટીમ આવી અને અમારા લારી ગલ્લા હટાવીને લઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાને અમારે કોઈપણ લેવાદેવા છે નહીં. હજી પાલિકા જે અમારા લારી-ગલ્લા કબજે કર્યા છે તે અમને આપી દે અને અમને ધંધો-રોજગાર કરવા દે તેવી માંગ પણ કરી હતી.

Most Popular

To Top