આજે પણ આપણા દેશમાં ક્યાંકને ક્યાંક દહેજ (Dowry) લેવાની પરંપરા (Tradition) જોવા મળે છે. અને આજ દહેજને કારણે બંને પરિવાર વચ્ચે અવારનવાર ઝઘડો (Family fight) થતો રહે છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્ર (Maharashtra)ના ઔરંગાબાદ (Aurangabad)માં જોવા મળ્યો હતો.
એક નાસિકના વતની, આર્મીના જવાન અને તેના પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ, ઔરંગાબાદ શહેરના ઉસ્માનપુર પોલીસ સ્ટેશનમાં 21-નખવાળો કાચબો (21-nailed tortoise) અને એક લેબ્રાડોર (Labrador)ને દહેજ તરીકે મેળવવાની માંગના આરોપ હેઠળ કેસ (police registered an FIR) નોંધવામાં આવ્યો છે. યુવતીના પિતાનું કહેવું છે કે તેના એક સંબંધીએ યુવતીના લગ્ન વિશે વાત કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં, તેની યુવતી સાથે ઔરંગાબાદના રામનગર વિસ્તારમાં સ્થિત મેરેજ હોલમાં સગાઇ થઇ હતી. સગાઇમાં કન્યાના માતા-પિતાએ છોકરાને 10 ગ્રામની સોનાની વીંટી અને બે લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.
દિકરીના પિતાએ કહ્યું કે તે દહેજની વિરુદ્ધ છે, પરંતુ તેણે નક્કી કર્યું છે કે તેની પુત્રીની ખુશી માટે તે દહેજની થોડી રકમ આપશે. જેથી યુવતીની સગાઈ ઔરંગાબાદ સ્થિત એક હોલમાં ધામધૂમથી થઈ હતી. સગાઈ બાદ વરરાજાના પરિવારે યુવતીના પિતા પાસે 21 નખવાળો કાચબો, એક લેબ્રાડોર રીટ્રીવર અને છોકરાની સરકારી નોકરી માટે 10 લાખના દહેજની માંગણી કરી હતી. યુવતીના પિતાનું કહેવું છે કે તેની છોકરીએ મહારાષ્ટ્રની સ્પર્ધાત્મક પરીક્ષામાં તલાટીની પરીક્ષા આપી હતી અને તેનું નામ હજુ સુધી વેઇટિંગ લિસ્ટમાં સામેલ થવાનું બાકી હતું. યુવતીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી આ બાબત ચાલી રહી છે, પરંતુ પોલીસમાં ફરિયાદ કર્યા પછી પણ ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનેથી કોઈ પણ રીતે મદદ મળી ન હતી.
જ્યારે પીડિતાના પરિવારજનોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી, આ બાબતની નોંધ લીધી હતી, ત્યારે દહેજની માંગણી કરનારાઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાય હતી. અને ગુનો રજીસ્ટર થયેલ છે. કેસ નોંધાયા બાદ હવે યુવતીની સગાઈ પણ તૂટી ગઈ છે. પીડિતાના માતા-પિતાએ પોલીસને અપીલ કરી છે કે તેમને ન્યાય મળવો જોઇએ અને સમાજમાં આવા કેસ બંધ થવું જોઇએ. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, 10 ફેબ્રુઆરીએ છોકરા અને છોકરીની સગાઈ થઈ હતી.
સગાઇ બાદ છોકરાના પરિવારજનોએ યુવતીને સરકારી નોકરી મેળવવા માટે 21 નાખવાળો કાચબો, લેબ્રાડોર રીટ્રીવર અને દસ લાખ રૂપિયા દહેજની માંગ કરી હતી, ત્યારબાદ છોકરીના પિતા ઉસ્માનપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસીની કલમો હેઠળ દહેજની માંગણી કરતા 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.